ગુજરાત

gujarat

ETV Bharat / state

આટકોટ છાત્રાલયમાં ક્વોરન્ટાઈન લોકોને અન્ય જગ્યાએ ખસેડવા સ્થાનિકોની માંગ - coronavirs updates

આટકોટ ડી.બી પટેલ કન્યા છાત્રાલયમાં વિદેશથી આવેલા 80 જેટલા લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. જેમને અન્ય જગ્યાએ ખસેડવા તે વિસ્તાર કૈલાશ નગરના લોકોએ જસદણ મામલતદાર અને પ્રાંત કચેરીને આવેદનપત્ર આપ્યું હતું.

Atkot , Etv Bharat
Atkot

By

Published : Jul 2, 2020, 10:52 AM IST

રાજકોટઃ આટકોટ ડી.બી પટેલ કન્યા છાત્રાલયમાં વિદેશથી આવેલા 80 જેટલા લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. જેમને અન્ય જગ્યાએ ખસેડવા તે વિસ્તાર કૈલાશ નગરના લોકોએ જસદણ મામલતદાર અને પ્રાંત કચેરીને આવેદનપત્ર આપ્યું હતું.

આટકોટ છાત્રાલયમાં ક્વોરન્ટાઈન લોકોને અન્ય જગ્યાએ ખસેડવાની સ્થાનિકોની માંગ

જસદણ મામલતદાર અને પ્રાંત કચેરી અને આટકોટ આરોગ્ય વિભાગને જણાવ્યું હતું કે, ડી બી પટેલ શૈક્ષણિક સંકુલમાં 80 જેટલા વિદેશી વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે, જે લોકો બેદરકારી પણ દાખવે છે, ખુલ્લી બારીમાંથી બહાર થુકે છે, તેમજ માસ્ક બારીમાંથી બહાર ફેંકે છે, વેસ્ટ કચરો બારીમાંથી બહાર ફેંકે છે, પાન-મસાલાના કાગળ અને બીડી જેવી વસ્તુઓ બહાર ફેંકે છે.

શૈક્ષણિક સંકુલમાં ક્વોરન્ટાઈનમાં રહેલા લોકોમાંથી બે લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કૈલાશનગરના રહેવાસીઓને કોરોનાનો ભય સતાવી રહ્યો છે. જેથી સંકુલ નજીક રહેતા લોકોએ મામલતદાર કચેરી, પ્રાંત કચેરી અને આરોગ્ય વિભાગને આવેદન આપી બે દિવસમાં આ અંગે કર્યવાહી કરવાની માગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details