ગુજરાત

gujarat

ETV Bharat / state

ધોરાજીના ગ્રામીણ વિસ્તારોમાં સિંહોના આંટાફેરા વધ્યા, બે કુતરાનુ કર્યું મારણ - Forest Department

રાજકોટ જિલ્લામાં આવેલા ધોરજીના ગ્રામીણ સિંહો આંટાફેરા વધ્યા છે. ત્યારે આસપાસના ગામોમાં રહેતા પશુઓનું પણ તેમને બે કુતરાનું મારણ કર્યું હતું.

સિંહોના આંટાફેરા
સિંહોના આંટાફેરા

By

Published : Jan 24, 2021, 3:37 PM IST

  • ધોરાજીના ગ્રામીણ વિસ્તારોમાં સિંહોના આંટાફેરા વધ્યા
  • ખેતરમાં બે કુતરાનુ કર્યું મારણ
  • ખેડૂતોમાં ભયનો માહોલ

રાજકોટ : સૌરાષ્ટ્રમાં ગત ઘણા સમયથી સિંહ આટાફેરા કરી રહ્યા છે. ત્યારે રવિવારે રોજ ધોરાજીના ગ્રામીણ વિસ્તારોમાં સિંહોના આંટાફેરા વધ્યા છે. ત્યારે ગીરથી નજીકના ગામોમાં અવારનવાર સિંહ જોવા મળે છે. ત્યારે ખેતર પાણી વાળવા જતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. ધોરાજીના નાની પરબડી, તોરણીયા ગામની સીમમાં ગત 9 દિવસથી સિંહોએ ધામા નાંખતા ખેડૂતો ગ્રામજનોમાં ભય વ્યાપી રહ્યો છે.

ખેડૂતોમાં ભયનો માહોલ

પરબડી તોરણીયા પંથકમાં સિંહોએ ધામા નાંખ્યા

તોરણીયા સીમ વિસ્તારમાં વહેલી સવારે ખેતરમાં બે કુતરાનું મારણ કર્યુ છે. જે બાદ સિંહ હજૂ આજુબાજુની સીમમાં હોય તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું. ગ્રામીણ વિસ્તારના ખેડૂતોએ જણાવ્યું હતું કે, નવેક દિવસથી પરબડી તોરણીયા પંથકમાં સિંહોએ ધામા નાંખ્યા છે.

રાજકોટ ગ્રામ્યમાં સિંહનો આંટાફેરા મારતો વીડિયો થયો વાયરલ, 20 પશુઓનું કર્યુ મારણ

રાજકોટ તાલુકામાં સિંહોએ ગત 10 દિવસ કરતા વધુ સમયથી ધામા નાખ્યા છે. ત્યારે આસપાસના ગામોમાં રહેતા પશુઓનું પણ તેમને અવારનવાર મારણ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ 3 સિંહોએ 20 જેટલા પશુઓ મારણ કર્યું છે. જેથી ગ્રામજનોમાં ભયો માહોલ છવાયો છે. જોકે, વન વિભાગ દ્વારા આ સિંહો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details