ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ જિલ્લામાં છેલ્લા 10 દિવસથી સિંહના ધામા, સ્થાનિકોમાં ભયનો માહોલ

રાજકોટ જિલ્લામાં જસદણ, સરધાર, હલેન્ડા સહિતના ગામોમાં છેલ્લા 10 દિવસથી સિંહે ધામા નાખ્યા છે. ગુરુવારે રાજકોટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારી દ્વારા જણાવામાં આવ્યું છે. શહેર નજીક સિંહ આવી ચડતા શહેરીજનોમાં પણ ઉત્સુકતા સર્જાઈ છે. જ્યારે સિંહ જે વિસ્તારમાં દેખાયો છે. ત્યાં આસપાસના વિસ્તારમાં ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. જ્યારે હાલ વન વિભાગની ટીમ પણ સિંહ પર ખાસ નજર રાખી રહી છે.

રાજકોટ જિલ્લામાં છેલ્લા 10 દિવસથી સિંહના ધામા, સ્થાનિકોમાં ભય માહોલ
રાજકોટ જિલ્લામાં છેલ્લા 10 દિવસથી સિંહના ધામા, સ્થાનિકોમાં ભય માહોલ

By

Published : Dec 10, 2020, 9:06 PM IST

Updated : Dec 10, 2020, 9:56 PM IST

  • રાજકોટની આસપાસના વિસ્તારમાં સિંહના ધામા
  • 10 દિવસની સિંહ હોવાની વન વિભાગના અધિકારીની પુષ્ટી
  • સિંહની ગતિવિધિઓ પર વન વિભાગ સતર્ક

રાજકોટઃ જિલ્લામાં જસદણ, સરધાર, હલેન્ડા સહિતના ગામોમાં છેલ્લા 10 દિવસથી સિંહે ધામા નાખ્યા છે. ગુરુવારે રાજકોટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારી દ્વારા જણાવામાં આવ્યું છે. શહેર નજીક સિંહ આવી ચડતા શહેરીજનોમાં પણ ઉત્સુકતા સર્જાઈ છે. જ્યારે સિંહ જે વિસ્તારમાં દેખાયો છે. ત્યાં આસપાસના વિસ્તારમાં ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. જ્યારે હાલ વન વિભાગની ટીમ પણ સિંહ પર ખાસ નજર રાખી રહી છે.

વનવિભાગના અધિકારીએ કરી પુષ્ટિ

રાજકોટ વનવિભાગના અધિકારી રવિપ્રસાદે જિલ્લામાં સિંહ હોવાની વાતની પુષ્ટિ કરી હતી. તેમજ જણાવ્યું હતું કે, જિલ્લાની રેન્જમાં છેલ્લા 10 દિવસથી સિંહ હોવાની ગતિવિધિ જોવા મળી રહી છે. આ અગાઉ જસદણની આસપાસના વિસ્તારમાં સિંહની હલચલ જોવા મળી હતી. જ્યારે 30 નવેમ્બરના રોજ સરધાર વિસ્તારમાં પ્રથમ વખત સિંહ દેખાયો હોવાનું સામે આવ્યું હતું. આ વિસ્તારમાં ગ્રામજનોએ પણ સિંહને જોયો હતો. જેને લઈને વનવિભાગ પણ એલર્ટ થયું છે.

વનવિભાગની સિંહની ગતિવિધિઓ પર નજર

જિલ્લામાં સિંહ દેખાયો હોવાની વાત સામે આવતા વનવિભાગ પણ એલર્ટ થયું હતું. જે વિસ્તારમાં સિંહ દેખાયો છે ત્યાંના સરપંચ સાથે બેઠક યોજીને ગ્રામજનોમાં ભય ન ફેલાય તેમજ સિંહ દેખાય તો તરત જ વનવિભાગનો સંપર્ક સાધવાનું કહ્યું છે. જ્યારે આ વિસ્તારમાં ખેડૂતોને રાતના સમયે પાણી વળવા ખેતર ન જવું તેમજ ગ્રામજનોએ પણ રાત્રીના સમયે સાવચેતી રાખવી એ તમામ બાબતો વનવિભાગ દ્વારા સમજવામાં આવી રહી છે.

Last Updated : Dec 10, 2020, 9:56 PM IST

ABOUT THE AUTHOR

...view details