- નાના ભાયાસર ગામે સિંહે કર્યું મારણ
- સિંહના મારણનો વીડિયો થયો વાયરલ
- છેલ્લા એક મહિનાથી 3 સિંહ કરી રહ્યા છે આંટાફેરા
રાજકોટ : જિલ્લામાં છેલ્લા એક મહિનાથી 3 સિંહ આંટાફેરા કરી રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં રાજકોટના અલગ અલગ ગામોમાં સિંહે 35થી વધુ મારણ કર્યા છે. જેમાં નાના ભાયાસર ગામમાં સિંહે મારણ કર્યું હોવાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. જોકે, સિંહ અલગ અલગ ગામોમાં મારણ કરતા હોવાથી ગ્રામજનોમાં ડરનો માહોલ છવાયો છે.
નાના ભાયાસાર ગામમાં સિંહે કર્યું મારણ અત્યાર સુધીમાં 35થી વધુ પશુઓનું કર્યું મારણ
રાજકોટ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી સિંહના ધામા છે. ત્યારે સિંહ હાલ અલગ અલગ ગામોમાં આંટાફેરા કરી રહ્યા છે અને મારણ પણ કરી રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં અંદાજીત 35થી વધુ પશુઓનું સિંહોએ મારણ કર્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ અગાઉ ગામોમાં આંટાફેરા કરતા સિંહો કેમેરામાં કેદ થયા હતા. જોકે, રાજકોટ જિલ્લાઓમાં ગામમાં સિંહના આંટાફેરા વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે.
છેલ્લા એક મહિનાથી રાજકોટ જિલ્લામાં સિંહના આંટાફેરા
રાજકોટ તાલુકાના ગામોમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી ત્રણ સિંહો આંટાફેરા કરી રહ્યા છે. ત્યારે ગામના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ઉમેરાળી, હલેન્ડા, ડુંગરપુર, ખારચિયા, મકનપર, સરધાર, વડાળી, લોથળા ભાયાસર, કાથરોટા, પાડાસણ અને ખોખલડળ સહિતના ગામોમાં પણ વન વિભાગ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે.