રાજકોટ: ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર દીપડાનો છેલ્લા ઘણા સમયથી આતંક હોવાનું સામે આવ્યું છે ત્યારે ઉપલેટા તાલુકાના ગઢાળા ગામ વિસ્તારની અંદર એક પશુનું મારણ થતાં આ મારણ દીપડાએ કર્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. જેથી ગઢાળા ગામે થયેલ પશુના મારણને લઈને ખેડૂતો તેમજ ગ્રામજનો અને આસપાસના વિસ્તારના લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો છે. આ દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી પાંજરું મૂકી તેમને ઝડપી લઇ અને લોકો અને ખેડૂતોને ભયમુક્ત કરવા જોઈએ તેવું પણ ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણ આહીરે મીડિયા સમક્ષ જણાવ્યું છે.
Rajkot News : ઉપલેટા પંથકમાં દીપડાનો આતંક, ગઢાળા ગામે પશુનું કર્યું મારણ - Gadhala village killed the animal
રાજકોટના ઉપલેટા પંથકમાં દીપડાનો આતંક હોવાનું સામે આવ્યું છે. ગઢાળા ગામ વિસ્તારમાં દીપડાએ એક પશુનું મારણ કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. અહીંયા પાંજરૂ મૂકવાની અને દીપડાને પકડવાની માગ કરવામાં આવી રહી છે.
પશુના મારણથી લોકોમાં ભયનો માહોલ:ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે હાલ ઠંડીનો માહોલ છે અને રાત્રિ દરમિયાન ખેડૂતો વીજળી મળતા પોતાના ખેતરે પાણી વાળવા તેમજ અન્ય ખેતીલક્ષી કામ માટે જતા હોય છે. જેમાં વાડીએ તેમજ સીમ વિસ્તારની અંદર લોકો અને પશુઓ નીકળતા હોય છે. જેમાં પશુઓ ચરવા જતા હોય છે ત્યારે પશુના મારણથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે અને આ પશુના મારણ બાદ અન્ય કોઈ અનિચ્છનીય ઘટના કે કોઈ પર હુમલો ન થાય તે માટે તંત્ર દ્વારા આ દીપડાને પુરવામાં આવે તેવી ગ્રામજનો અને પૂર્વ સરપંચે માંગ કરી છે. હાલ તો ગઢાળા ગામે થયેલ પશુના મારણને લઈને ખેડૂતો તેમજ ગ્રામજનો અને આસપાસના વિસ્તારના લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો છે.
દીપડાને પકડવાની ગામલોકોની માગ:ઉપલેટા તાલુકાના ગઢાળા તેમજ આસપાસના પંથકની અંદર છેલ્લા ઘણા સમયથી દીપડાનો આતંક હોવાની સ્થાનિકોએ અને ગ્રામજનોએ વાત કરી છે. વહેલી સવારે દીપડાએ એક વાછરડીનું મારણ કરતાં ગ્રામજનો તેમજ આસપાસના વિસ્તારના તમામ ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. જેને લઈને ફોરેસ્ટ વિભાગ દ્વારા વહેલી તકે અને તાત્કાલિક અસરથી આ દીપડાને પકડી અને વધુ કોઈ અનિચ્છનીય ઘટના કે કોઈ હુમલાનો બનાવ કે કોઈ મારણ થાય તે પહેલા કાર્યવાહી કરી અને લોકો તેમજ આસપાસના ખેડૂતોને ભયભીત કરવા જોઈએ તેવું પણ પૂર્વ સરપંચે જણાવ્યું છે.