ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉપલેટામાં દીપડાએ વધુ એક વાછરડીનો શિકાર કર્યો, તાત્કાલિક સીસીટીવી ફિટ કરવા માગણી - વાછરડીનો શિકાર

રાજકોટના ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલમાં રાખવામાં આવેલ ગાયોની ગૌશાળામાં દીપડાએ આતંક મચાવ્યો છે. દીપડાએ હુમલો કરી વાછરડીનું મારણ કરતા અરેરાટી મચી ગઈ છે અને લોકોમાં પણ ભય ફેલાયો છે. સાથે, તાત્કાલિક સીસીટીવી કેમેરા ફિટ કરવા માગણી ઊઠી રહી છે.

ઉપલેટામાં દીપડાએ વધુ એક વાછરડીનો શિકાર કર્યો, તાત્કાલિક સીસીટીવી ફિટ કરવા માગણી
ઉપલેટામાં દીપડાએ વધુ એક વાછરડીનો શિકાર કર્યો, તાત્કાલિક સીસીટીવી ફિટ કરવા માગણી

By ETV Bharat Gujarati Team

Published : Nov 20, 2023, 4:54 PM IST

નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલમાં મારણ

રાજકોટ : ઉપલેટા શહેરના પાટણવાવ રોડ પર આવેલ ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ એટલે કે ગૌશાળાની અંદર ફરી એકવાર દીપડાએ આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું છે. અહીંયા દીપડાએ બે વર્ષની વાછરડીનું મારણ કરીને મારણ કર્યા બાદ દીપડો નાસી છૂટયો હતો અને વાછરડી મૃત હાલતમાં મળી આવી છે.

આગેવાનો દોડી આવ્યાં: હુમલાની આ ઘટના બાદ એનિમલ હોસ્ટેલના સંચાલકોને જાણ થતા તુરંત એનિમલ હોસ્ટેલ ટીમ તેમજ આગેવાનો દોડી આવ્યા હતા અને સમગ્ર બાબતે ઉપલેટા ફોરેસ્ટ વિભાગના તંત્રને જાણ કરી હતી. ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ સમિતિના પ્રમુખ પીયૂષભાઈ માકડીયાએ આ વિશે માહિતી આપી હતી.

ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ કે જ્યાં 800 જેટલી ગાયોનો નિભાવ કરવામાં આવે છે. તે ગાયોની ગૌશાળાની અંદર દીપડાના હુમલાની ઘટના સતત સામે આવી રહી છે. જેમાં ફરીવાર હુમલો કરી એક બે વર્ષની વાછરડીનું મારણ કર્યું છે. આવી રીતે સતત મારણના બનાવમાં ફોરેસ્ટ વિભાગ યોગ્ય કામગીરી ન કરતાં આ બનાવો બની રહ્યા છે...પીયૂષભાઈ માકડીયા (પ્રમુખ, એનિમલ હોસ્ટેલ સમિતિ, ઉપલેટા નગરપાલિકા )

800 ગાયોનો નિભાવ : ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલની અંદર 800 જેટલી ગાયોનો નિભાવ કરવામાં આવે છે ત્યારે થોડા દિવસ પૂર્વે દીપડો હોસ્ટેલમાં ઘૂસી આવ્યો હતો અને એક ત્રણ વર્ષની વાછરડીનો શિકાર કરેલ હતો ત્યારે શિકારને સાથે લઈ જવામાં તે નિષ્ફળ થયો હતો. આ અગાઉ પણ થોડા સમય પહેલા દીપડાએ કોઈપણ હુમલો કે મારણ કર્યું ન હતું જે બાદ ફરી એક વખત દીપડો હોસ્ટેલમાં ઘૂસી આવ્યો હતો અને ત્રણ વર્ષની વાછરડીનું મારણ કર્યું હતું. ફરીવાર આ તાજેતરમાં ત્રીજી ઘટના બની છે ત્યારે આ વખતે ફરી એકવાર બે વર્ષની વાછરડીનું મારણ કર્યું હતું અને ફરીવાર મારણ કર્યું છે. આ મામલે વનવિભાગના અધિકારી સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ તેમને ઉત્તર આપ્યો ન હતો.

લોકોમાં ભય: આ એનિમલ હૉસ્ટેલના સંચાલકોના જણાવ્યા પ્રમાણે ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલની અંદર મારણની આ ઘટના પ્રથમ નથી કારણ કે અગાઉ પણ અંદાજિત એક વર્ષ પહેલા આ જ એનિમલ હોસ્ટેલમાં પશુનું મારણ થયું હતું. થોડા સમય પહેલા પણ ત્રણ વર્ષની વાછરડીનું મારણ થયું છે અને હાલ ફરી એક વાર બે વર્ષની વાછરડીનું મારણ થતાં પશુ પ્રેમીમાં રોષ ફેલાયો છે. ત્યારે આ ઘટના બનતા આસપાસના વિસ્તારના ખેડૂતોમાં અને લોકોની દિવાળીના અને ખેતીના સમયમાં અંદર ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

સીસીટીવી કેમેરા ન લગાવવા વિશે ચર્ચા : અહી સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે, ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલમાં અંદાજિત 800 જેટલી ગાયોનો નિભાય થાય છે. ત્યારે અહી આવડા મોટા સંચાલનની જગ્યામાં હજુ સુધી કોઈ સીસીટીવી કેમેરા ન લગાવવા વિશે ચર્ચા થઇ રહી છે. ત્યારે આ એનિમલ હોસ્ટેલમાં તાત્કાલિક અસરથી સીસીટીવી કેમેરા પણ ફિટ કરવામાં આવે. જેથી કોઈ હલચલ થાય કે કોઈ નવી ગતિવિધિ જોવાં મળે તો કેમેરામાં કેદ થાય અને સતત એનિમલ હોસ્ટેલ પર નજર રાખી શકે. તે માટેની તાત્કાલિક કેમેરા ફિટ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અને સાથે ફોરેસ્ટ વિભાગની ઢીલી કામગીરીને લઈને રોષ પણ ભભૂકી ઉઠ્યો છે.

  1. Leopard Attack: ગૌશાળામાં દીપડો ઘુસ્યો, એક વાછરડીનું કર્યુ મારણ, રાજકોટના ઉપલેટાની ઘટના, લોકોમાં પણ ભયનો માહોલ
  2. Leapord Attack: માનવ ભક્ષી દીપડો પાંજરે પુરાયો, 2 દિવસ પહેલાં નડગખાદી ગામે દીપડાના હુમલામાં વૃદ્ધનું થયું હતું મોત

ABOUT THE AUTHOR

...view details