ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારતીય કિસાન સંઘના આગેવાનોએ ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા કૃષિપ્રધાનને કરી માંગ

રાજકોટમાં ખાતર અને બિયારણના ભાવમાં થયેલો વધારો પાછો ખેંચવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ભારતીય કિસાન સંઘના આગેવાનો કૃષિપ્રધાન આર. સી. ફળદુના ઘરે પહોંચ્યા હતા. ત્યાં પોલીસ દ્વારા આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.

ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા કૃષિપ્રધાનને માંગ
ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા કૃષિપ્રધાનને માંગ

By

Published : May 13, 2021, 2:19 PM IST

  • ખાતર અને બિયારણના ભાવમાં થયેલો વધારો પાછો ખેંચવા માટે રજૂઆત
  • કિસાન સંઘના આગેવાનોએ ખાતરના ભાવમાં 58 ટકા ભાવવધારાને લઇને રજૂઆત
  • પોલીસ દ્વારા કિસાન સંઘના આગેવાનોની અટકાયત કરાઇ

રાજકોટ :ખાતર અને બિયારણના ભાવમાં થયેલો વધારો પાછો ખેંચવા માટે રજૂઆત કરવામાં આવી હતી. કિસાન સંઘના આગેવાનોએ કૃષિપ્રધાનને ખાતરના ભાવમાં 58 ટકા જેટલો ભાવવધારાને લઈને તેમજ જૂના ભાવે રાસાયણિક ખાતરનું વિતરણ શરૂ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો : કૃષિપ્રધાન આર.સી.ફળદુએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

કિસાન સંઘના આગેવાનો કૃષિપ્રધાનને ઘરે પહોંચ્યા

રાજકોટમાં ભારતીય કિસાન સંઘના આગેવાનો કૃષિપ્રધાન આર. સી. ફળદુના ઘરે પહોંચ્યા હતા. બીજી બાજુ ખેડૂતોને જાણસી પૂરતા ભાવ પણ નથી મળી રહ્યા. ત્યારે ખેડૂતોને પડીયા પર પાટુ જેવી પરિસ્થિત જોવા મળે છે.
ખાતરમાં કરાયેલા ભાવવધારો ખેડૂતોને પડ્યા પર પાટું સમાન
સમગ્ર ગુજરાતમા હાલ ગામડાઓમાં કોરોનાને લઈને ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. ત્યારે ખેડૂતોને કોરોનાને લઈને પણ ઘણી મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. તેમાં હવે ખાતરમાં કરાયેલા ભાવવધારો ખેડૂતોને પડ્યા પર પાટું સમાન છે. જે તાત્કાલિક પાછો ખેંચવા અને જુના ભાવે રાસાયણિક ખાતરનું વિતરણ કરવાની માંગ ઉઠી છે.

ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા કૃષિપ્રધાનને માંગ

આ પણ વાંચો : રાજ્યમાં ખાતરના ભાવોમાં કોઈ વધારો નથી કરાયો: કૃષિપ્રધાન આર.સી.ફળદુ

પોલીસ દ્વારા કિસાન સંઘના તમામ આગેવાનોની અટકાયત કરાઇ

કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા દ્વારા કૃષિપ્રધાનને આ બાબતે ટેલિફોનીક રજૂઆત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઈ ઉતર ન મળતાં અંતે કિસાન સંઘના આગેવાનો આર. સી. ફળદુના ઘરે જ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા કિસાન સંઘના તમામ આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details