ગૃહ પ્રધાનને સચોટ કારણ શોધવા પત્ર લખ્યો રાજકોટ: વિછીયામાં આવેલી ગુજરાત રાજ્યના કેબિનેટ પ્રધાન કુવરજી બાવળિયાની સંસ્થામાં ગત 23 જાન્યુઆરીના રોજ એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યા હોવાની ઘટના સામે આવી હતી. જેમાં વિદ્યાર્થીનીના આપઘાતના મામલાને લઈને શંકાસ્પદ મોત હોવાનું જણાવી અને પરિવારને જાણ ન કરાતા વિદ્યાર્થીનીના પરિવારમાં પણ રોશ જોવા મળ્યો છે. આ ઘટનાને લઈને કોળી વિકાસ સંગઠનના મુકેશ રાજપરાએ મુખ્યપ્રધાન અને ગૃહરાજ્યપ્રધાનને પત્ર લખી તટસ્થ તપાસની માંગ કરી છે. સાથે જ તપાસ નહીં થાય તો આંદોલન અને ઉપવાસ માટેની પણ ચીમકી ઉચ્ચારી છે.
કોળી વિકાસ સંગઠન દ્વારા મુખ્યપ્રધાન અને ગૃહ રાજ્ય પ્રધાનને પત્ર લખી તટસ્થ તપાસની માંગ કરી તટસ્થ તપાસની માંગ:રાજકોટના વિછીયામાં બનેલી વિદ્યાર્થીનીના શંકાસ્પદ આપઘાતની ઘટનાને લઈને કોળી વિકાસ સંગઠનના મુકેશ રાજપરાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં જ્યારે વિદ્યાર્થીનીનું મોત થયું છે ત્યારે સંસ્થા દ્વારા ઘટના સ્થળ પર પોલીસને કે તેમના વાલીઓને બોલાવવામાં નથી આવ્યા અને ઘટના બાદ સીધા પોસ્ટમોર્ટમ સ્થળે એટલે કે હોસ્પિટલ ખાતે જ મૃત બાળકીના વાલીને બોલાવી અને બાળકીએ આપઘાત કર્યો હોવાનું જણાવ્યું છે. જેમાં આ ઘટનામાં ઉચ્ચ અધિકારીઓ પાસે તટસ્થ તપાસની માંગ કરવાની બાબતે કોળી વિકાસ સંગઠનના મુકેશ રાજપરાએ પત્ર લખ્યો છે અને માંગ કરી છે.
આ પણ વાંચોSurat Crime : કંપનીની સિસ્ટમ હેક કરી ઓર્ડરની એન્ટ્રી ઉભી કરનાર ભેજાબાજોની ધરપકડ
અગાઉ પણ બની ચુકી છે આપઘાતની ઘટના: વિછીયામાં બનેલી આ ઘટનાને લઈને કોળી વિકાસ સંગઠનના વિકાસ રાજપરાએ સમગ્ર બાબતે આક્ષેપ કરતા જણાવ્યું છે કે સંસ્થામાં બનેલી આ ઘટનાને સંપૂર્ણપણે દબાવવા માટેનો પૂરો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેમાં સંસ્થાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીએ આપઘાત કર્યા હોવાનું વાલીઓને જણાવ્યું છે પરંતુ ઘટના સ્થળ પર પોલીસ તેમના વાલી કે કોઈપણને ન પ્રવેશવા દીધા હોવાનું મુકેશ રાજપરાએ આક્ષેપ કર્યો છે. જેમાં અગાઉ પણ આ સંસ્થાની અંદર બે આપઘાતના બનાવ બન્યા હોવાના પણ મુકેશ રાજપરાએ આક્ષેપ કર્યા છે અને આ સંસ્થા પર પોલીસ અને જવાબદાર તંત્ર તટસ્થ તપાસ ન કરી અને આ મામલાને દબાવવા માટેના પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા હોવાના પણ આક્ષેપ કર્યા છે.
આ પણ વાંચોGujarat High Court: માર ખાધા બાદ મતિ ખીલી, ચૂંટણી હારેલા ઉમેદવારો હાઈકોર્ટના દ્વારે
મુખ્ય પ્રધાન અને ગૃહ રાજ્ય પધાનને પત્ર:રાજકોટના વિછીયામાં ગુજરાતનાં કેબિનેટ પ્રધાન કુવરજી બાવળીયાની શૈક્ષણિક સંસ્થાની અંદર વિદ્યાર્થીનીના શંકાસ્પદ મોતને લઈને કોળી વિકાસ સંગઠનના મુકેશ રાજપરાએ પત્ર લખ્યો છે. જેમાં મુખ્યપ્રધાન અને ગૃહરાજ્ય પ્રધાનને પત્ર લખી જણાવ્યું છે કે સમગ્ર બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે ત્યારે મીડિયા સાથેની વાતચીતની અંદર મુકેશ રાજપરાએ જણાવ્યું હતું કે જો ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર બાબતને તટસ્થ તપાસ અને ન્યાયિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનારા દિવસોની અંદર આંદોલન અને ઉપવાસ પણ કરવામાં આવશે તેવી પણ આત કે મીડિયા સમક્ષ વાત કરતા ચીમકી ઉચ્ચારી હોવાનું સામે આવ્યું છે.