ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલ શહેરમાં દેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડતી LCB - ગોંડલમાં દારૂ

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણાના પ્રોહિબિસન હેઠળ ગોંડલ શહેર માંથી દારૂનો મોટો જથ્થો LCB પોલીસે પકડી પાડયો હતો.

ગોંડલ શહેરમાં દેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડતી LCB
ગોંડલ શહેરમાં દેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડતી LCB

By

Published : Jul 3, 2020, 6:13 PM IST

રાજકોટ: જિલ્લાના ગોંડલ શહેરમાં દેશી દારૂનો મોટો જથ્થો LCB પોલીસે પકડી પડ્યો હતો. રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણાના પ્રોહિબિસન હેઠળ - જુગારની પ્રવૃત્તિ સદંતર નાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી. જે સુચના મુજબ PI એમ.એન.રાણા તથા PSI એચ.એમ.રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ કોરવિદેવભાઈ બારડને મળેલી બાતમીના આધારે ગોંડલ ભગવતપરા વિસ્તારમાંથી દેશી દારૂનો મોટો જથ્થો ભરેલી ફોર વ્હીલર, કાર, હોન્ડા GJ-10-F-8529 રૂપિયા 1,00,000/ દેશીદારૂ લિટર 720 કીમત રૂપિયા 14,400/- કુલ મુદામાલ રૂ પિયા 1,14, 400/ પકડી પાડી ગોંડલ સીટી પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ગોંડલ શહેરમાં દેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડતી LCB

આ કામગીરીમાં રવિ દેવ ભાઈ બારડ, અનિલભાઈ ગુજરાતી, જયેન્દ્રસિંહ વાઘેલા, મહિપતસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details