ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ જિલ્લામાં પતંગના વેપારીઓ પર LCBના દરોડા, 3 વેપારીઓની ધરપકડ - ગોંડલ

રાજકોટઃ જિલ્લાના જેતપુર અને ગોંડલ માં LCB પોલીસે ગોંડલમાં સેન્ટ્રલ ચોક, દેવપરા મેઈન રોડ પર તેમજ વેરી દરવાજા પાસે ચેકિંગ હાથ ધરી પ્રતિબંધિત ચાઈનીઝ તુક્કલ તેમજ ચાઈનીઝ દોરાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

LCB police raid
રાજકોટ જિલ્લામાં પતંગના વેપારીઓ પર LCBના દરોડા

By

Published : Jan 12, 2020, 10:07 PM IST

ઉતરાયણના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે રાજ્યના પતંગના વેપારીઓ પર ગુમાસ્તાધારા ખાતા દાર પતંગની દુકાનો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. રવિવારે ગોંડલ શહેરની LCB પોલીસની ટીમ પીઆઇ રાણા, રવિ દેવભાઈ બારડ, મહિપાલસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, જયેન્દ્રસિંહ વાઘેલા સહિતનાઓએ ખોડિયાર સીઝન સ્ટોરના સાગરભાઈ ડાભી, સપના સીઝન સ્ટોરના બારીશભાઈ મોદી પાસેથી કુલ તુક્કલ 310, જેની કિંમત રૂપિયા 6,200 તેમજ ચાઇનીઝ દોરી રીલ નંગ-30, જેની કિંમત રૂપિયા 7,700ના જથ્થાને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

વેપારીઓની ધરપકડ

તેવી જ રીતે રાજકોટ જિલ્લાના જેતપુરમાં જૂનાગઢ રોડ પર ન્યુ જ્યુબિલી હેર પાર્લર નામની દુકાનમાં મેશભાઈ કાંતિભાઈ વાઢેરને ચાઈનીઝ દોરા નાની-મોટી ફિરકીઓ નંગ-૩૦, જેની કિંમત રૂપિયા 3400/- તથા ચાઈનીઝ તુક્કલ નંગ 78, જેની કિંમત રૂપિયા 1560/- મળીને કુલ કિંમત રૂપિયા ૪,૯૬૦/- નો મુદામાલ મળી આવતા તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી હતી.

વેપારીઓની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details