ગોંડલ તાલુકાના રીબડા પાસે રેલવે કર્મચારીને મારી મોબાઈલની લૂંટ બાદ શ્રમિકની ઝૂંપડીમાંથી મોબાઇલ અને બેંકની ચેકબુકની ચોરી થઈ હતી. એ જ રીતે ઘોઘાવદર રોડ પર શ્રમિકને છરીનો ઘા મારી મોબાઈલ લૂંટવામાં આવ્યો હતો. તો અઠવાડિયા પહેલાં રાજકોટની સરકારી હૉસ્પિટલમાંથી બાઇકની ચોરી થઈ હતી. જેની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
રાજકોટ જિલ્લામાં મોબાઇલ અને બાઇક ચોરી કરતી ત્રિપુટીની LCBએ કરી ધકપકડ - રાજકોટમાં ચોરી કરતાં આરોપીની LCBએ કરી ધકપકડ
ગોંડલના ઘોઘાવદર રોડ તેમજ રીબડા પાસે મોબાઈલ લૂંટ અને રાજકોટ સરકારી હોસ્પિટલમાંથી બાઈક ચોરી કરનારા ત્રિપુટીને LCB પોલીસે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
![રાજકોટ જિલ્લામાં મોબાઇલ અને બાઇક ચોરી કરતી ત્રિપુટીની LCBએ કરી ધકપકડ Rajkot and Gondal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5916165-393-5916165-1580528112876.jpg)
Rajkot and Gondal
પોલીસ ફરિયાદ બાદ રાજકોટ ગ્રામ્ય LCB પોલીસના PI રાણા, અનિલભાઈ ગુજરાતી, જયેન્દ્રસિંહ વાઘેલા અને મહિપાલસિંહ જાડેજાએ તપાસ કરી આરોપીને શોધવા ચક્રો ગતિમાન કરી ચોરીના ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓની ધરપકડ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે, LCB પોલીસે ચોટીલા તાલુકાના સાલકડા ગામના આરોપી ગોરધનરામજી સાવલિયા તેના બંને ભાઈ નવઘણ અને અશોકને પકડી પાડી 7000, બાઇક, મોબાઈલ સહિતના રૂપિયા 37500ના મુદ્દામાલ સાથે પકડી કાર્યવાહી હાથ ધરી હતી.