રાજકોટ: મસીતાળાની સીમમાંથી LCBએ જુગાર રમતા 6 પત્તા પ્રેમીઓને પકડ્યા - rajkot lcb
રાજકોટના ગોંડલ તાલુકાના મસીતાળાની સીમમાં એલસીબીએ 6 જુગારીઓની દોઢ લાખના મુદામાલ સાથે ધરપકડ કરી હતી.
રાજકોટ : મસીતાળાની સીમમાંથી છ જુગારીઓની LCB એ ધરપકડ કરી
રાજકોટ: ગોંડલ તાલુકાના મસીતાળા ગામના કાગવડ રોડ પર હેવન રિસોર્ટની પાસે જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળતા રાજકોટ એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા હરદાસ કરસનભાઈ મોર, રમેશ મુળુંભાઈ સુરું, લખમણ પુંજાભાઈ બાખલીયા, લલિત કેશુભાઈ વેકરીયા, પરેશ ભરતભાઈ ઠુંમર તેમજ કેતન પ્રવીણભાઈ ડાભીની રોકડા રૂ 62450, ત્રણ બાઈક, 4 મોબાઇલ સહિત દોઢ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.