- ટેસ્ટનો સરકાર માન્ય ચાર્જ રૂપિયા 700 વસૂલવામાં આવશે
- ટેસ્ટિંગ સ્ટેશન પર ગણતરીની મિનિટોમાં વ્યક્તિના RT-PCR ટેસ્ટ માટેના જરૂરી સેમ્પલ લેવામાં આવશે
- થોડા સમય પુર્વે જ અમદાવાદમાં ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટની સુવિધા શરૂ થઇ છે
રાજકોટઃ ટેસ્ટિંગ સ્ટેશન પર ગણતરીની મિનિટોમાં વ્યક્તિના RT-PCR ટેસ્ટ માટેના જરૂરી સેમ્પલ લેવામાં આવશે. ત્યારબાદ વ્યક્તિ પોતાનું વાહન ટેસ્ટિંગ સ્ટેશનથી આગળ હંકારી લઈ જઈ શકશે. બાદમાં 24થી 36 કલાકના સમયગાળામાં સંબંધિત વ્યક્તિને વોટ્સએપ, ઈમેઈલ કે SMSના માધ્યમથી રીપોર્ટ અંગેની જાણ કરવામાં આવશે. ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ એ ખુબજ ઝડપી અને સાનુકુળ ટેસ્ટિંગ પદ્ધતિ છે. આ ટેસ્ટમાં કોઈપણ વ્યક્તિ પોતાનું વાહન લઈને ટેસ્ટિંગ સ્થળ પર જઈ વિના વિલંબે આ ટેસ્ટ કરાવી શકે છે. આ ટેસ્ટનો સરકાર માન્ય ચાર્જ રૂપિયા 700 વસૂલવામાં આવશે.
આ પણ વાંચોઃબોડકદેવ અને રાણીપમાં પણ ડ્રાઇવ થ્રુ કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવશે