ગોંડલઃ રાજ્યના ઘણા તાલુકાઓ સુધી કોરોનાના વાઈરસનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લામાં ગોંડલના ચોકડી પાસે સૂરજ મૂછાળા કોલેજ અને હોસ્ટેલમાં તંત્ર દ્વારા ફેસીલીટી ક્વોરનટાઈન સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. ધોરાજી, ઉપલેટા, જેતપુર, જામકંડોરણા, ગોંડલ, કોટડાસાંગાણી સહિતના તાલુકામાં કોરોનાના દર્દીઓના સંક્રમણમાં આવેલા અને ક્વોરનટાઈન કરેલા લોકોને અહીં રાખવાનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.પરંતુ ક્વોરનટાઈન કરેલા લોકો માટે તંત્ર દ્વારા ટોઈલેટ અને બાથરૂમમાં પાણીની સુવિધા પુરી પાડવામાં નબળુંં પડયું છે.
ગોંડલ ફેસીલીટી ક્વોરેન્ટાઈન સેન્ટરમાં પાણીનો અભાવ - Gondal coronavirus news
ગોંડલમાં ક્વોરનટાઈન સેન્ટરમાં લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
Gondal
આ સમસ્યાનું નિરાકરણ લાવવા લોકો માગ કરી રહ્યાં છે. આ અંગે લોકો સ્થાનિક અને કોંગ્રેસના ધોરાજી ધારાસભ્ય લલિત વસોયા પાસે પાણીની સુવિધાની માગ કરી રહ્યાં છે.