ગુજરાત

gujarat

ETV Bharat / state

ETV BHARATનું રિયાલિટી ચેકઃ રાજકોટની બજારોમાં દિવાળીની ખરીદીમાં જોવા મળ્યો સોશિયલ ડિસ્ટન્સનો અભાવ - Rajkots markets

રાજકોટમાં દિવાળીના તહેવારના બસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કોરોનાની મહામારીની અસર પણ જોવા મળી રહી છે. દિવાળીને લઈને રાજકોટની બજારોમાં ગ્રાહકોની ભીડ જામી છે. જેને લઈને ઈટીવી ભારત દ્વારા રાજકોટની બજારમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં સામે આવ્યું હતું કે, લોકો હજુ પણ માસ્ક નથી પહેરી રહ્યા. જ્યારે બજારમાં સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો. જો કે આ તમામની વચ્ચે સવાલ એ થાય છે કે જો રાજકોટમાં કોરોના સંક્રમણ વધશે તો જવાબદાર કોણ?

રાજકોટની બજારોમાં દિવાળીની ખરીદીમાં જોવા મળ્યો સોશિયલ ડિસ્ટન્સનો અભાવ
રાજકોટની બજારોમાં દિવાળીની ખરીદીમાં જોવા મળ્યો સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

By

Published : Nov 6, 2020, 7:25 PM IST

Updated : Nov 6, 2020, 8:17 PM IST

  • રાજકોટની બજારોમાં ઈટીવી ભારતનું રિયાલિટી ચેક
  • દિવાળી તહેવારને હવે ગણતરીના દિવસો બાકી
  • ગત વર્ષની સરખામણીએ હજુ પણ ચાલુ વર્ષે વેપાર ઓછો

રાજકોટઃચાલુ વર્ષે કોરોનાની મહામારીને લઈને વેપારીઓએ ખૂબ મંદીની મારનો સામનો કર્યો છે. ત્યારે હવે દિવાળી આવતા વેપારીઓને પણ બજારમાં ઘરાકી નીકળશે તેવી આશા લઈને બેઠા છે. ETV ભારત સાથે વાતચીત કરતા વેપારીઓએ જણાવ્યું કે, હાલ કોરોના રાજકોટમાં ધીમી પડ્યો છે. ત્યારે બજારમાં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે, પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કોરોનાને લઈને બજારમાં જોઈએ એટલા પ્રમાણમાં ગ્રાહકો નથી આવી રહ્યા. જ્યારે દિવાળીનો તહેવાર નજીક આવ્યો છે છતાં પણ બજારમાં હજુ પણ વેપારીઓ નાખુશ જોવા મળી રહ્યા છે.

રાજકોટની બજારોમાં દિવાળીની ખરીદીમાં જોવા મળ્યો સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

રાજકોટની બજારમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

દિવાળીનો તહેવાર નજીક છે. જેને લઇને ETV ભારત દ્વારા રાજકોટની બજારોમાં એક રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં સામે આવ્યું છે કે કેટલાક લોકો હજુ પણ જાહેરમાં માસ્કનો ઉપયોગ નથી કરી રહ્યા. જ્યારે બજારમાં પણ સોશિયલ ડિસ્ટન્સનો ભાવ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં હજુ પણ દરરોજ 50 જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે લોકોમાં પણ હજુ જાગૃતિનો અભાવ જોવા મળતા ભવિષ્યમાં કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

Last Updated : Nov 6, 2020, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details