ગુજરાત

gujarat

ETV Bharat / state

મહારાષ્ટ્રમાં કોરોનાના વધતાં સંક્રમણને પગલે સૌરાષ્ટ્રમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત - medical store

સમગ્ર દેશભરમાં કોરોનાના કેસની સંખ્યા અને મૃત્યુઆંકમાં વધારો થઇ રહ્યો છે. રાજકોટમાં કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતા રેમડેસિવિર ઈન્જેક્શનની અછત જોવા મળી રહી છે. નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા સંક્રમણને પગલે રેમડેસિવિર ઇન્જેક્શન બનાવતી કંપની મોટા ભાગનો જથ્થો મહારાષ્ટ્ર મોકલી રહી છે. જેની સીધી અસર ગુજરાતમાં થઈ રહી છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં મેડિકલ સ્ટોર્સમાં ઇન્જેક્શન મળવા મુશ્કેલ બન્યાં છે.

રેમડેસિવિર ઈન્જેક્શન
રેમડેસિવિર ઈન્જેક્શન

By

Published : Apr 3, 2021, 7:20 AM IST

Updated : Apr 3, 2021, 2:18 PM IST

  • કોરોનાની સારવાર માટે વપરાતા રેમડેસિવિર ઈન્જેક્શન ખૂબ જ અગત્ય
  • કોરોના પોઝિટિવ કેસમાં થઇ રહ્યો છે સતત વધારો
  • રેમડેસિવિર ઈન્જેક્શનની અછત વર્તાઇ રહી છે

રાજકોટ :જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી રોજબરોજ કોરોના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેની સામે અત્યારે રાજકોટમાં કોરોનાની સારવાર માટે વપરાતા રેમડેસિવિર ઈન્જેક્શનની અછત જોવા મળી રહી છે. રેમડેસિવિર ઇન્જેકશનની અછતને કારણે રાજકોટમાં કેટલીક કોવિડ હોસ્પિટલોએ એડમિટ કરવાનું બંધ કરી દીધુંં છે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર માટે રાજકોટમાં આવતા હોય છે. ત્યારે રાજકોટને ઈન્જેકશનનો પૂરતો જથ્થો પહોંચાડવો અનિવાર્ય માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : વલસાડમાં 9 દિવસમાં 113 કોરોના કેસઃ 27 દર્દી જ સાજા થયા


રેમડેસિવિર ઇન્જેક્શન કોરોનાની સારવાર માટે ખુબ જ અગત્યતા ધરાવે

રાજકોટ મેડિકલ સ્ટોર્સ એસોસિએશનના પ્રમુખ મયૂરસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, કોરોના સારવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શન સારવાર માટે ખુબ જ અગત્યતા ધરાવે છે. શરૂઆતથી ઇન્જેક્શનનો જથ્થો રાજકોટને ઓછો મળી રહ્યો છે. રાજકોટ મેડિકલ એસોસિયેશન દ્વારા આ અંગે અધિકારીઓને રજૂઆત પણ કરવામાં આવી છે. ત્યારે જો પરિસ્થિતિ આવીને આવી રહી તો ખુબ જ નુકસાન કારક બની શકે છે. હાલ રાજકોટના મેડિકલ સ્ટોર્સમાં રેમડેસિવિર ઇન્જેક્શન મળવા મુશ્કેલ બની ગયા છે.

મેડિકલ સ્ટોર્સ એસોસિયેશનના પ્રમુખ મયૂરસિંહ જાડેજા

આ પણ વાંચો : વડોદરામાં કોરોનાના ઈલાજ રેમિડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી

Last Updated : Apr 3, 2021, 2:18 PM IST

ABOUT THE AUTHOR

...view details