- વીરપુરમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું
- સમસ્ત ક્ષત્રીય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠને કર્યું શસ્ત્ર પૂજન
- ક્ષત્રીય સમાજે મા જગદંબાને કોરોનાનો નાશ કરવા પ્રાથના કરી
રાજકોટ: વિજયાદશમી એટલે અધર્મ પર ધર્મનો વિજય. પ્રાચીન માન્યતા મુજબ આજના દિવસે પાંડવો દ્વારા અધર્મ પર ધર્મના વિજય મેળવવા માટે સમી નામના વૃક્ષ પરથી પોતાના શસ્ત્રો ઉતારી અને વિધિવત તેમની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ ઉપરાંત વિજ્યાદશમીએ જગત જનની મા જગદંબા દ્વારા મહિષાસુર નામના રાક્ષસનો પણ વધ કરવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ ભગવાન રામ દ્વારા આજના દિવસે રાવણનો પણ સંહાર કરવામાં આવ્યો હતો. જેથી વીરપુરના સમસ્ત ક્ષત્રીય ખાંટ રાજપૂત સમાજે શસ્ત્રોનું પૂજન કર્યું હતું.