ગુજરાત

gujarat

ETV Bharat / state

ધરતીપુત્ર કિશાન ટ્રસ્ટ વીરપુરથી પગપાળા પહોંચશે ગાંધીનગર, ખેડૂતોના પ્રશ્રો અંગે રાજ્યપાલને આપશે આવેદનપત્ર - રાજકોટ ગ્રામીણ ન્યુઝ

ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ દ્વારા 56 લાખ ખેડૂતોની માંગણીને લઈને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ માટે પ્રદેશ પ્રમુખ હરેશ પૂજારા વીરપુરથી પગપાળા યાત્રા કરી ગાંધીનગર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને આવેદન પત્ર આપશે.

ધરતીપુત્ર કિશાન ટ્રસ્ટ વીરપુરથી પગપાળા પહોંચશે ગાંધીનગર
ધરતીપુત્ર કિશાન ટ્રસ્ટ વીરપુરથી પગપાળા પહોંચશે ગાંધીનગર

By

Published : Nov 17, 2020, 6:53 PM IST

  • ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ દ્વારા 56 લાખ ખેડૂતોની માંગણી પુરી કરવા રજૂઆત
  • 270 કિલોમીટર પદયાત્રા કરી રાજયપાલને આપશે આવેદન પત્ર
  • 7 દિવસે પહોંચશે વીરપુરથી ગાંધીનગર

રાજકોટ: ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ દ્વારા 56 લાખ ખેડૂતોની માંગણીને લઈને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ માટે પ્રદેશ પ્રમુખ હરેશ પૂજારા વીરપુરથી પગપાળા યાત્રા કરી ગાંધીનગર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને આવેદન પત્ર આપશે.

ખેડૂતોના પ્રશ્રો અંગે રાજ્યપાલને આવેદનપત્ર
વિરપુરથી ગાંધીનગર સુધી કરશે પદયાત્રા


મંગળવારથી જિલ્લાના વીરપુરથી ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ દ્વારા 56 લાખ ખેડૂતોની માંગણીને લઈને જલારામ મંદિરે દર્શન કરી આગેવાનોને હાર તોળા કરીને જય જવાન જય કિસાનના નારા સાથે પદયાત્રા ચાલુ કરીને 270 કિલોમીટર ગાંધીનગર સુધી પદયાત્રા કરશે.

7 દિવસે પહોંચશે ગાંધીનગર

વિરપુરથી ચાલુ કરેલી પદયાત્રાથી 7 દિવસે ગાંધીનગર પહોંચશે. ગાંધીનગર ખડુતોના મુખ્ય મુદ્દાઓને લઈને રાજયપાલને રજુઆત કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળી ખેડુતોના પ્રશ્રો અંગે આવેદનપત્ર આપવામાં આવશે.

ધરતીપુત્ર કિશાન ટ્રસ્ટ વીરપુરથી પગપાળા પહોંચશે ગાંધીનગર


આવેદનપત્રમાં 56 લાખ ખેડૂતોના મુખ્ય મુદ્દાઓ

  1. નામદાર સર્વોચ્ચ અદાલતને આદેશ મુજબ ખેડૂતોના આપદ અટકાવવા નીતિ બનાવવામાં આવે
  2. 2014 પછી બાકી નીકળતો પાક વીમો સત્વરે ખેડૂતોને ચૂકવવામાં આવે
  3. ગુજરાતના બજેટમાંથી 50% રકમ ખેતી પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો તથા ખેત મજુરના હિતમાં ફાળવવામાં આવે
  4. પાક ધિરાણ લોન તથા અન્ય દેવા માંડી વાળી જરૂરિયાત મુજબ નવું ધિરાણ આપવામાં આવે
  5. કુદરતી આપત્તિમાં નુકસાન વળતર સમયસર આપવામાં આવે
  6. મોંઘવારી અને ફુગાવાના આધારે ખેત ઉત્પાદનના પુરા ભાવ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે
  7. ખેડૂત પેન્શન યોજના બનાવવામાં આવે
  8. આપઘાત કરનારા ખેડૂત પરિવારને મદદ કરવામાં આવે
  9. ખેતીને ઉદ્યોગનો દરજ્જો આપી કૃષિ આયોગ બનાવવામાં આવે
  10. ખેડૂતને દરેક ખરીદીમાંથી ટેક્સ મુક્ત કરવામાં આવે
  11. ખેડૂતના ખેતરોમાં સિંચાઈનું પાણી પુરૂ પાડવામાં આવે
  12. ONGCના CSR ફંડમાંથી ખેડૂતોના હિત માટે હોસ્પિટલ તથા ખેડૂતોના બાળકોના માટે સ્કૂલો બનાવવામાં આવે
  13. ONGS તથા રેલવેમાં ખેડૂતોની જમીન સંપાદન થાય તેવા ખેડૂત બાળકોને નોકરીમાં લેવા
  14. ONGCના ઓઇલ ક્રિકેટથી બંજર થતી જમીનના ખેડૂતોને પેકેજ આપવામાં આવે

ABOUT THE AUTHOR

...view details