રાજકોટ : આગામી 24 ફેબ્રુઆરીના રોજ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવવાના છે. ત્યારે તેઓ ખાસ અમદાવાદ ખાતે યોજાનાર 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં ભાગ લેવાના છે.
ટ્રમ્પને ગુજરાતીમાં 'તેરી લાડકી' ગીત સંભળાવશે કીર્તિદાન ગઢવી - Trump in Gujarat
અમદાવાદ ખાતે યોજાનાર 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં આગામી 24 ફેબ્રુઆરીના રોજ કીર્તિદાન ગઢવી ટ્રમ્પને ગુજરાતીમાં 'તેરી લાડકી' ગીત સંભળાવશે.
રાજકોટ
જેને લઈને રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમને ભવ્યથી ભવ્ય બનાવવા માટે વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. બીજી તરફ ઘણા ખ્યાતનામ કલાકારો આ કાર્યક્રમ દરમિયાન પરફોર્મન્સ આપવાના છે. જેમાં કીર્તિદાન ગઢવીનો પણ સમાવેશ થાય છે. ત્યારે આ અગાઉ તેમણે ટ્રમ્પના કાર્યક્રમ દરમિયાન 'તેરી લાડકી' ગીત સંભળાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.