ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના ખોડલધામ મંદિરમાં ખોડિયાર જયંતીની આસ્થાભેર ઉજવણી કરાઈ - gujarat news

ખોડિયાર જયંતીના દિવસે ખોડલના પ્રાગટ્ય દિને વિશ્વ પ્રસિદ્ધ જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલા શ્રી ખોડલધામ મંદિર ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ખોડિયાર જયંતી નિમિત્તે મા ખોડલને છપ્પન ભોગ ધરવામાં આવ્યાં હતા.

Rajkot
Rajkot

By

Published : Feb 21, 2021, 3:09 PM IST

  • મા ખોડલના પ્રાગટ્ય દિને શ્રી ખોડલધામ મંદિર ખાતે ધામધૂમથી ઉજવણી કરાઈ
  • ભક્તોએ મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા
  • મા ખોડલને ધરવામાં આવ્યા છપ્પન ભોગ

રાજકોટ: ખોડિયાર જયંતીના દિવસે ખોડલના પ્રાગટ્ય દિને વિશ્વ પ્રસિદ્ધ જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલા શ્રી ખોડલધામ મંદિર ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ખોડિયાર જયંતી નિમિત્તે મા ખોડલને છપ્પન ભોગ ધરવામાં આવ્યાં હતા.

ખોડલધામ મંદિરમાં ખોડિયાર જયંતીની આસ્થાભેર ઉજવણી કરાઈ

સવારથી જ અન્નકૂટ દર્શન ખુલ્લા મૂકાયા

સવારથી જ ભક્તો માટે અન્નકૂટ દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલે પણ ખોડિયાર જયંતી નિમિત્તે મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા અને સૌ ભક્તોને ખોડિયાર જયંતીની શુભેચ્છા પાઠવી હતી.

ખોડલધામ મંદિરમાં ખોડિયાર જયંતીની આસ્થાભેર ઉજવણી કરાઈ

આરતી બાદ ભક્તો માટે માતાજી અને અન્નકૂટના દર્શન ખુલ્લા મૂકાયા

ખોડિયાર જયંતીના પાવન અવસરે મા ખોડલનો વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો. મા ખોડલને 8 કિલો ડ્રાયફ્રૂટનો હાર અર્પણ કરવામાં આવ્યો હતો. આ સાથે જ દર વર્ષની જેમ અન્નકૂટ પણ ધરવામાં આવ્યો હતો. ખોડિયાર જયંતી નિમિત્તે સવારે મા ખોડલની આરતી બાદ ભક્તો માટે માતાજી અને અન્નકૂટના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં હવન કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. સવારે મંદિરના દ્વાર ખૂલતા જ મા ખોડલના ખાસ શણગાર અને અન્નકૂટના અમૂલ્ય દર્શન ભક્તોએ કર્યા હતા.

ખોડલધામ મંદિરમાં ખોડિયાર જયંતીની આસ્થાભેર ઉજવણી કરાઈ

દર્શનની સાથે સાથે અન્નકૂટના દર્શનનો લ્હાવો

મા ખોડલને વિવિધ મિઠાઈ અને ફરસાણ સહિત કુલ 56 વાનગીનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. આખો દિવસ ભક્તો આ અન્નકૂટના દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી છે. ખોડિયાર જયંતી હોવાથી વહેલી સવારથી જ ભક્તો મંદિરે મા ખોડલના દર્શનાર્થે આવી રહ્યા છે અને મા ખોડલના દર્શનની સાથે સાથે અન્નકૂટના દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details