રાજકોટ:રાજકોટના કાગવડમાં આવેલું પાટીદારોનું ખોડલધામ આજે તેના સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. ત્યારે આજે ખોડલધામ ખાતે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય સરકારના અનેક પ્રધાનો અને ધારાસભ્યો હાજરી આપી હતી. CMએ માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. CMએ માં ખોડલને ધજા ચડાવી અને નરેશ પટેલે મુખ્ય પ્રધાન ને માતાજીનો ખેસ પહેરાવ્યો હતો.
આ મંદિરનો ઈતિહાસ:ખોડલધામ લેઉવા પટેલ કુળદેવી શ્રી ખોડિયાર માતાજીનું મંદિર છે. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની સ્થાપના 08-03-2010ના રોજ થઈ હતી. 21 જાન્યુઆરી, 2011ના રોજ ખોડલધામ મંદિરના પ્રોજેક્ટનો શિલાન્યાસ થયો હતો અને 21 જાન્યુઆરી, 2012ના રોજ ખોડલધામની શિલાપૂજન વિધિ કરવામાં આવી હતી. ખોડલધામ ભારતના ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલું છે.
આ પણ વાંચો:Rajkot : ખોડલધામના નવા વર્ષમાં પ્રવેશને લઈને નરેશ પટેલે આપી અગત્યની માહિતી
આનંદીબેન પટેલનો આભાર:નરેશભાઈ પટેલે આ પ્રસંગે કહ્યું કે, ગુજરાત રાજ્યના CMને ભૂપેન્દ્ર પટેલને સરળ, સહજ અને સાદગીનાં પ્રતીક છે. સાથે ખોડલધામ એક વિચાર છે એ વિચારને રાષ્ટ્રફલક સુધી પહોંચાડવાનો છે. 15 વર્ષ પુર્વે આ જગ્યાનું અસ્તિત્વ નહતું. અત્યારે સમગ્ર ભારત વર્ષને આ એક ભેટ આપી છે. આ તકે ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે ગુજરાત રાજ્યના પુર્વ CM આનંદીબેન પટેલને યાદ કરીને તેમને તેમના કાર્યકાળ દરમ્યાન શક્તિવનની અકાલ્પનિય ભેટ અંગે આનંદીબેન પટેલનો આભાર માન્યો હતો. આ સાથે જ આનંદીબેન પટેલની દિકરી અનાર પટેલ ખોડલધામના ટ્રસ્ટી બન્યા છે.