રાજકોટ: જિલ્લાના કાગવડ ગામમાં આવેલા પ્રસિદ્ધ ખોડલધામ મંદિરના (Khodal dham temple) પ્રાણ 'પ્રતિષ્ઠા મહોત્સવ'ને 21મી જાન્યુઆરી 2022એ પાંચ વર્ષ પૂર્ણ (Khodaldham Prana Prestige Festival Complete will 5 years) થવા જઇ રહ્યાં છે, ત્યારે આ અવસર પર 'પાટોત્સવનું' આયોજન (Khodal dham Patotsav 2022) કરવામાં આવ્યું છે. જેમાં અંદાજીત 20 લાખ લોકોને એકઠા કરવાનું આયોજન કરાયું હતું.
ખોડલધામના ટ્રસ્ટીઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી પાટોત્સવ વિશે આપી માહિતી
ખોડલધામ મંદિરમાં આ પાટોત્સવ અંતર્ગત '108 કુંડીયજ્ઞ' કરવાનું પણ આયોજન હતું, પરંતુ જે પ્રકારે રાજ્યમાં અને દેશભરમાં કોરોના મહામારીનો પ્રકોપ વરસ્યો છે તેને લઇને ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા આજે શનિવારના રાજકોટ સ્થિત સરદાર પટેલ ભવન ખાતે (Sardar Patel Bhavan Rajkot) એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ મિટિંગ બાદ ખોડલધામના ટ્રસ્ટીઓ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
લોકો ઘરે બેઠા પાટોત્સવને નીહાળી શક્શે