ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલમાં ખીમદાસબાપુ એવોર્ડ 2021નું થયું આયોજન - રાજકોટ ન્યુઝ

ગોંડલ તાલુકાના મોવિયા ગામ ખાતે સંતશ્રી ખીમદાસબાપુ ચૈતન્ય સમાધી મંદિરમાં ખીમદાસબાપુ એવોર્ડ 2021નું આયોજન થયુ હતું. નામાંકિત લોકોએ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપીને પ.પૂ. ભરતબાપુનો આભાર માન્યો હતો તેમજ 400 વર્ષ જૂનો ઈતિહાસ પણ વાગોળ્યો હતો.

ગોંડલમાં ખીમદાસબાપુ એવોર્ડ 2021નું થયું આયોજન
ગોંડલમાં ખીમદાસબાપુ એવોર્ડ 2021નું થયું આયોજન

By

Published : Feb 5, 2021, 5:02 PM IST

  • મોવિયા ગામ ખાતે ખીમદાસબાપુ એવોર્ડ 2021નું થયું આયોજન
  • આ એવોર્ડ કાર્યક્રમમાં ગોંડલનાં રાજકુમાર જ્યોતિર્મયસિંહજી અને ડેપ્યુટી કલેકટર રહ્યા હાજર
  • 400 વર્ષ જૂના ઇતિહાસની અને પરચાઓના થઈ હતી વાતો

રાજકોટ: ગોંડલ તાલુકાના મોવિયા ગામ ખાતે સંતશ્રી ખીમદાસબાપુ ચૈતન્ય સમાધી મંદિરમાં ખીમદાસબાપુ એવોર્ડ 2021નું આયોજન થયુ હતું. જેમાં ગોંડલ રાજવી પરિવારના રાજકુમાર સાહેબ જ્યોતિર્મયસિંહજી તેમજ ગોંડલના ડેપ્યુટી કલેકટર પણ રહ્યા હાજર રહ્યા હતા. ખીમદાસબાપુ એવોર્ડ સમારોહમાં અલ્પેશબાપુએ શરૂઆતનું સ્વાગત પ્રવચન કરી સૌ આમંત્રિત મહેમાનોને આવકાર્યા હતા. આ કાર્યક્રમના અધ્યક્ષ ગોંડલ રાજવી પરિવારના રાજકુમાર સાહેબ જ્યોતિર્મયસિંહજીએ જણાવ્યું હતું કે, "કોરોના કાળની મહામારી પછીનો આ મારો પ્રથમ જાહેર કાર્યક્રમ છે. એમની શુભ શરૂઆત સમાધિના સાનિધ્યમાં સમાધિના ધુપથી શરૂ થઇ રહી છે અને મારી ગોંડલની વિવિધ ક્ષેત્રની વિશિષ્ટ પ્રતિભાઓને સન્માનિત કરતા હું ખુબ જ હર્ષની લાગણી અનુભવુ છું."

નામાંકિત મહાનુભાવોએ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી

આ વખતનો એવોર્ડ સૌરાષ્ટ્ર યુર્નિવસીટીના ઉપકુલપતિ ડૉ. વિજ0યભાઇ દેશાણીને અર્પણ થયો હતો. તેમણે પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું હતું કે ચૈતન્ય સમાધીએ સાંજે ધૂપ કરવો પડતો નથી પરંતુ એમની મેળે સમાધીના રૂપની ભભકથી મંદિર મહેકતુ હોય છે. મહેસુલ વિભાગમાં એવોર્ડ સ્વીકારનાર ડે.કલેક્ટર રાજેશકુમાર આલ એવોર્ડ છે એ બદલ મહંતબાપુનો આભાર માની સમાધિના આર્શીવાદ મેળવ્યા હતા. સાહિત્ય ક્ષેત્રમાં એવોર્ડ સ્વીકારનાર હરદેવભાઇ આહીરે કહ્યું હતુ કે, એવોર્ડ સમારંભને પ્રેરકબળ પુરૂ પાડનાર ગોપાલભાઇ ભુવાએ આ દેહાણની જગ્યાના 400વર્ષ જુના ઇતિહાસ અને પરચાઓની વાત કરી હતી. આમંત્રિત મહેમાન તરીકે સંત આનંદ આશ્રમના મહામંડલેશ્વર શ્રી 1008 નીરંજનભાઇ રાજ્યગુરૂએ ખાસ હાજરી આપી હતી. ગોંડલ સીટી પોલીસના PSI બી.એલ. ઝાલા વતી એમના દિકરીએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. તેમજ ધર્મેશભાઇ પંડ્યા, ચંદ્રકાંતભાઇ પટેલ, દિપાલીબેન વીરડીયા, મણીલાલા દુદાણીએ એવોર્ડ સ્વીકારીને ભરતબાપુનો આભાર માન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details