પીચ તૈયાર કરવાની કામગીરી શરૂ રાજકોટશહેરના ખંડેરી સ્ટેડિયમમાં (Khanderi Stadium Rajkot) આગામી 7 જાન્યુઆરીએ ભારત અને શ્રીલંકા વચ્ચે T20 મેચ (India Sri Lanka T20 Series 2023) રમાશે. તેને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (Saurashtra Cricket Association) દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. હાલ પીચને તૈયાર કરવાની કામગીરી તેજ કરવામાં આવી છે. જ્યારે ભારતમાં વધુ એક આંતરરાષ્ટ્રીય મેચ રમાવાની હોવાથી રાજકોટવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે જ આ મેચની ઓનલાઇન ટિકિટોનું વેચાણ પણ શરૂ કરવામાં આવ્યું છે.
પીચ તૈયાર કરવાની કામગીરી શરૂએવું પણ માનવામાં આવી રહ્યું છે કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના (Saurashtra Cricket Association) ખંડેરી સ્ટેડિયમમાં (Khanderi Stadium Rajkot) શ્રીલંકાની ટીમ પ્રથમ વખત મેચ T20 મેચ (India Sri Lanka T20 Series 2023) રમશે. ત્યારે આ મેચને લઈને રનોની વરસાદ પણ આ ગ્રાઉન્ડમાં જોવા મળશે.
અગાઉ રેસકોર્સ ગ્રાઉન્ડમાં શ્રીલંકાની ટીમ રમી હતી મેચરાજકોટના માધવરાવ સિંધિયા રેસકોસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં (Madhavrao Sindhiya Cricket Ground) અગાઉ શ્રીલંકાની ટીમ મેચ રમી ચૂકી છે, પરંતુ હવે જામનગર રોડ ઉપર ખંડેરી ખાતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (Saurashtra Cricket Association) દ્વારા નવા ગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં શ્રીલંકાની ટીમ પ્રથમ વખત મેચ રમશે. અગાઉ ખંડેરી સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, વેસ્ટઇન્ડીઝ, ન્યૂ ઝિલેન્ડ, બાંગ્લાદેશ અને આફ્રિકાની ટિમ મેચ રમી ચૂકી છે.
આ પણ વાંચોપૂર્વ ભારતીય ક્રિકેટર સદાનંદ વિશ્વનાથ હવે સુરતના ખેલાડીઓને શિખવાડશે ક્રિકેટની ABCD
ઓનલાઈન ટિકિટનું વેચાણ પણ શરૂઅહીંના ક્રિકેટરસીકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. આ મેચ માટે ઓનલાઈન ટિકીટ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. આ મેચ માટેની એક ટિકીટનો ભાવ 1,100 રૂપિયાથી લઈ 7,000 રૂપિયા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. રાજકોટમાં 7 જાન્યુઆરીએ ભારત અને શ્રીલંકા વચ્ચે T20 મેચ સાંજના સમયે યોજાશે. આ મેચમાં ચોગ્ગા, છગ્ગા સાથે રનોનો વરસાદ પણ જોવા (Saurashtra Cricket Association) મળશે.