રાજકોટ: ખંભાલીડા ગામે ગેરકાયદેસર રીતે ચાલતા સાડી ધોવાના ઘાટને તોડી પાડી, દંડ ફટકારાયો - ગેરકાયદે શરૂ કરાયેલ સાડી ધોવાનો ઘાટ
ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામે મયુરસિંહ ભીખુભા જાડેજાની વાડીમાં જેતપુરના સંદીપ કિશોરભાઈ ગોંડલીયા દ્વારા ગેરકાયદેસર સાડી ધોવાનો ઘાટ ચલાવવામાં આવતો હતો. જેને બંધ કરી 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
![રાજકોટ: ખંભાલીડા ગામે ગેરકાયદેસર રીતે ચાલતા સાડી ધોવાના ઘાટને તોડી પાડી, દંડ ફટકારાયો રાજકોટના ખંભાલીડા ગામે ગેરકાયદે શરૂ કરાયેલ સાડી ધોવાનો ઘાટ તંત્રએ તોડી પાડી દંડ ફટકાર્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6093601-thumbnail-3x2-rjt.jpg)
રાજકોટના ખંભાલીડા ગામે ગેરકાયદે શરૂ કરાયેલ સાડી ધોવાનો ઘાટ તંત્રએ તોડી પાડી દંડ ફટકાર્યો
રાજકોટઃ જિલ્લાના ખંભાલીડા ગામે પર્યાવરણને નુકસાનકારક દૂષિત પાણી જાહેર જગ્યામાં છોડાતું હોવાની ફરિયાદો બાદ નાયબ કલેકટર, મામલતદાર, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, નાયબ કાર્યપાલક ઇજનેર PGVCL તેમજ તાલુકા પોલીસ સ્ટાફે ટીમ બનાવી ખંભાલીડા ગામે સંયુક્તમાં દરોડો પાડતા ગેરકાયદેસર રીતે ચાલતો ધોલાઈ ઘાટ મળી આવતા તેને તોડી પાડવામાં આવ્યો હતો. રૂપિયા છ લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર રીતે લાઈટ કનેક્શન હોય pgvcl ગોંડલ દ્વારા રૂપિયા 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
રાજકોટના ખંભાલીડા ગામે ગેરકાયદે શરૂ કરાયેલ સાડી ધોવાનો ઘાટ તંત્રએ તોડી પાડી દંડ ફટકાર્યો