સ્થાનિક પોલીસને ઊંઘમાં રાખી રૂરલ એલસીબી પોલીસ રેડ કરી રાજકોટ: સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો વેચાઈ રહ્યો છે. જેમાં ઘણી વખત સ્થાનિક પોલીસ જાણે અજાણ હોય કે પછી ઊંઘમાં હોય તેમ સ્થાનિક પોલીસના વિસ્તારમાંથી જિલ્લાની અને ઉચ્ચ ટીમે રેડ કરીને ગેરકાયદેસરના અડ્ડા પર રેડ કરીને લાખોનો મુદ્દામાલ કબજે કરે છે. આ પ્રકારની રેડમાં સ્થાનિક પોલીસ ઊંઘતી જ ઝડપાઈ ગઈ હતી. સ્થાનિક પોલીસને કંઈ જ ખબર ન હતી.
પોલીસ ફરિયાદમાં જણાવ્યું: આ અંગે રાજકોટ રૂરલ એલસીબી પોલીસ વિભાગના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.જી. બડવાએ દાખલ કરેલ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઉપલેટા શહેરના ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબીને લગતી કામગીરી અંગે પોલીસ પેટ્રોલિંગ હતા. તે દરમિયાન બાતમી મળી હતી. ઉપલેટાના રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે પર આવેલ સાંઢળાના ટીંબા રોડ પર ગેરકાયદેસર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો વેચાઈ છે. તેવી બાતમી મળતા જેતપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષકને જાણ કરી હતી. તેમણે જાણ થતાં તેઓ પણ ઉપલેટા ખાતે દોડી આવ્યા હતા.
જથ્થો જપ્ત કર્યો:પોલીસ સ્ટેશન અને જાહેર રોડ રસ્તા કે જ્યાં પોલીસનું સતત પેટ્રોલિંગ હોય ત્યાં રેડ કરીને જથ્થો જપ્ત કર્યો છે. આવો જ એક અડ્ડો નેશનલ હાઇવે પાસેથી ઝડપાતા સ્થાનિક પોલીસ ઊંઘમાં હોવાનું પુરવાર થયું છે. પેટ્રોલિંગની કામગીરી પર સવાલ ઉભા થયા છે. ત્યારે આ બધુ ખુલ્લે આમ ચાલતું હોય છે. ક્યારેક ક્યારેક આવા અડ્ડા પર રેડ પાડીને થોડો સમય બધું શાંત પાડી કાર્યવાહી ચાલતી હોય તેવી પણ ચર્ચા શરૂ થઈ છે.
ઊંડાણપૂર્વક પૂછતાછ: રાજકોટ રૂરલ એલસીબી પોલીસ કરેલ રેડમાં રેડ દરમિયાન 7164 લિટર જ્વલંતશીલ પ્રવાહી, GJ-06-AV-8741 નંબરનો ટ્રક, ફ્યુલ પંપ, ભૂગર્ભ ટાંકો તેમજ બે મોબાઇલ સહિત કુલ રૂપિયા 11,47,300 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તેમની સાથે ધોરાજી શહેરમાં રહેતા હરેશભાઈ જેઠસુરભાઈ ચાવડા તેમજ કુતિયાણાના ઘુવાડ ગામના રામભાઈ હમીરભાઈ ભાટુ નામના બે વ્યક્તિઓને ઝડપી લીધા છે. બન્ને સામે આઇપીસી કલમ 278, 285, 114 તથા આવશ્યક ચીજવસ્તુ ધારા અધિનિયમ 3 (2-સી.ડી.), 7 મુજબનો ગુનો નોંધ સમગ્ર બાબત ઊંડાણપૂર્વક પૂછતાછ અને તપાસ શરૂ કરી છે.
સ્થાનિક પોલીસ ઊંઘતી રહે છે: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર ભેળસર યુક્ત જ્વલંતશીલ પ્રવાહી પદાર્થના જથ્થાનું બેરોકટોક વેચાણ છેલ્લા ઘણા સમયથી થઈ રહ્યું છે. ત્યારે આ ઠેકાઓ પર જિલ્લાની તેમજ ઉચ્ચ કક્ષાની ટીમો આવી અને રેડ કરી જાય છે. તો બીજી તરફ સ્થાનિક પોલીસ ઊંઘથી હોય અથવા સાંઠગાંઠ ધરાવતી હોય તેવું પણ માલુમ પણ પડે છે. તેવું જાગૃત લોકો જણાવે છે. જિલ્લાની ટીમે રેડ કરતા સ્થાનિક પોલીસની પેટ્રોલિંગ અને કડક કાર્યવાહીની કામગીરી ઉપર સવાલ ઉભા થયા છે.
- Rajkot News : રાજકોટમાં 9 ફૂટથી ઊંચી ગણેશ મૂર્તિ બનાવનાર મૂર્તિકાર વિરુદ્ધ કાર્યવાહીથી રોષ
- Rajkot News : સૈનિક સ્કૂલ માટેની તૈયારી કરતા ધોરણ 6ના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત