રાજકોટ જિલ્લામાં આવેલા ત્રામ્બા ગામના એક યુવાનની આજીડેમ પોલીસ દ્વારા શુક્રવારા રોજ ધરપકડ કરવામાં આવી હતી. જેમાં પોલીસ વિભાગ દ્વારા પૃથ્વીરાજસિંહ જાડેજા નામના યુવાની સૌની યોજના અંતર્ગત પાણી ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. જેને લઈને કરણીસેના દ્વારા યુવાનની પોલીસ દ્વારા ખોટી રીતે ધરપકડ કરવામાં આવી હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યાં છે. જેના વિરોધમાં કરણીસેના દ્વારા રામધૂન બોલાવીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.
રાજકોટમાં પોલીસ સ્ટેશન બહાર કરણીસેનાએ બોલાવી રામધૂન નોંધાવ્યો વિરોધ - To PeaceFul Protest
રાજકોટઃ શહેરમાં આવેલા આજીડેમ વિસ્તારના પોલીસ મથક બહાર રવિવારના રોજ કરણીસેના દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી. ક્ષત્રિય સમાજના યુવાન પર સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી ચોરીના આરોપ સાથે ખોટી રીતે પોલીસ વિભાગ દ્વારા ધરપકડ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેના વિરોધમાં કરણીસેના દ્વારા રામધૂન બોલાવી અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
રાજકોટમાં પોલીસ સ્ટેશનમાં બહાર કરણીસેનાએ બોલાવી રામધૂન નોંધાવ્યો વિરોધ
ત્યારે આ મામલે ખોટા ચાર્જીસ સાથે યુવકની ધરપકડ થઇ હોવાને લઇને શહેરની કરણીસેના પોલીસ મથક ખાતે રજુઆત કરવા દોડી આવ્યા હતા. તો આ સાથે જ આજીડેમ પોલીસ મથકની બહાર જ મોટી સંખ્યામાં કરણીસેનાના યુવાનોએ ભેગા થઈને રામધૂન બોલાવી હતી. તેમજ સમગ્ર મામલે આજીડેમ પોલીસ દ્વારા કરણીસેનાને યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપવામાં આવતા મામલો સમેટાયો હતો.
TAGGED:
To PeaceFul Protest