ગુજરાત

gujarat

ETV Bharat / state

કારગિલ વિજય દિવસ: રાજકોટમાં 350 ફૂટનો રાષ્ટ્રધ્વજ બનાવી રેલી યોજાઈ - NCC કેડેટ્સ

રાજકોટઃ શુક્રવારે કારગિલ વિજય દિવસ છે. ત્યારે રાજકોટમાં NCC કેડેટ્સ દ્વારા 350 ફૂટનો વિશાળ રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવ્યો હતો. તેમજ આ રાષ્ટ્રધ્વજ સાથે શહેરના વિવિધ વિસ્તારમાં રેલી યોજવામાં આવી હતી. જેમાં રાજકોટના પૂર્વ સેનાના જવાનો પણ જોડાયા હતા.

Kargil vijay divas

By

Published : Jul 26, 2019, 2:20 PM IST

26 જૂલાઈના દિવસે ભારતે પાકિસ્તાન સાથેના કારગિલ યુદ્ધમાં જીત મેળવી હતી. ત્યારથી આજના દિવસને ભારતમાં કારગિલ દિવસ તરીકે ઉજવામાં આવે છે. જેને લઈને દેશભરમાં આજના દિવસની ખાસ ઉજવણી કરવામાં આવે છે અને યુધ્ધમાં શહીદ થયેલ ભારતના વીર જવાનોને યાદ કરવામાં આવે છે. ત્યારે રાજકોટમાં NCCના કેડેટ્સ અને વિરાણી સ્કૂલના છાત્રોએ સાથે મળીને 350 ફૂટનો વિશાળ તિરંગો બનાવ્યો હતો અને આ તિરંગા સાથે શહેરના વિવિધ માર્ગો પર રેલી યોજી હતી.

રાજકોટમાં 350 ફૂટનો રાષ્ટ્રધ્વજ બનાવી રેલી યોજાઈ

ABOUT THE AUTHOR

...view details