સૌરાષ્ટ્રના જૂનાગઢમાં મહાશિવરાત્રીને લઈને હાલ મેળો ચાલી રહ્યો છે. ત્યારે જૂનાગઢ ખાતે યોજાયેલા આ મેળામાં ભાગ લેવા માટે દેશ વિદેશના સંતો મહંતો આવી આવી પહોંચ્યા છે. જ્યારે ગઈકાલે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ આવ્યા હતા. તેમજ મેળામાં એક કાર્યક્રમ આપવા માટે બોલિવૂડ સિંગર કૈલાશ ખેર પણ ગઈકાલે જૂનાગઢ ખાતે આવી પહોંચ્યા હતા.
કૈલાશ ખેર રાજકોટની મુલાકાતે, ભારતીય પાયલટ અભિનંદનને આવી રીતે આવકાર્યા - saurashtra
રાજકોટઃ વિશ્વ વિખ્યાત સિંગર કૈલાશ ખેર આજે રાજકોટની મુલાકાતે હતા. અહીં તેમને ગઈકાલે પાકિસ્તાન દ્વારા ભારતીય પાયલટને પરત કરવા અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમજ આગવા અંદાજમાં પોતાના ગીતના સુરો રેલાવીને અભિનંદનને આવકાર્યો હતો. કૈલાશ ખેરે સૌરાષ્ટ્રની ધરતીના પણ વખાણ કર્યા હતા તથા તેઓ વારંવાર સૌરાષ્ટ્રમાં પોતાના કાર્યક્રમ યોજાય તેવી આશા વ્યક્ત કરી હતી.
kailash kher
ગઈકાલનો પોતાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ આજે રાજકોટ ખાતે આવ્યા હતા. રંગીલા રાજકોટમાં કૈલાશ ખેરે ભારતીય પાયલોટને પરત સ્વદેશ આવવા પર પોતાના અલગ અંદાજમાં સ્વાગત કર્યું હતું અને અભિનંદનને અભિનંદન આપ્યા હતા. રાજકોટમાં આવેલ કેલાશે સૌરાષ્ટ્રની ભૂમિના પણ વખાણ કર્યા હતા. તેમજ અભિનંદનના બાળકોને સંગીત શીખડવા માટેની પણ જાહેરાત કરી હતી.