રાજકોટ:જુનિયર ક્લાર્કની પરીક્ષાને હવે ગણતરીની કલાકો બાકી છે. આ પહેલા રેલવે વિભાગ પણ ઉમેદવારોની મદદ આવ્યું છે. ઉમેદવારોની આવા અને જાવામાં તકલીફ ન પડે તે માટે ઉમેદવારો માટેની વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. આગામી 09 એપ્રિલે એટલે કે કાલે ભાવનગર-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે પરીક્ષા વિશેષ ટ્રેન રેલવે વિભાગ દ્વારા દોડાવામાં આવશે.
ટ્રેન સુવિધાઃ ગુજરાત પંચાયત સેવા સેલેક્શન બોર્ડ-ગુજરાત સરકાર 09 એપ્રિલ, 2023 (રવિવાર) ના રોજ "જુનિયર ક્લાર્ક" ની પરીક્ષા વિવિધ સ્થળોએ યોજાશે. આ પરીક્ષામાં બેસવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ટ્રેનમાં મુસાફરી કરશે. જેની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ 09 એપ્રિલ 2023ના રોજ ભાવનગરથી ગાંધીગ્રામ અને જૂનાગઢથી રાજકોટ વચ્ચે એક દિવસ માટે "પરીક્ષા સ્પેશિયલ ટ્રેન" ચલાવવાનો નિર્ણય કર્યો છે.
જંક્શન પર સ્ટોપ: ભાવનગર-ગાંધીગ્રામ-ભાવનગરઆ ટ્રેન ભાવનગર-ગાંધીગ્રામ પરીક્ષા વિશેષ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 05:30 કલાકે ઉપડશે. 09:40 કલાકે ગાંધીગ્રામ સ્ટેશન પહોંચશે. આવી જ રીતે, પરત દિશામાં ગાંધીગ્રામ-ભાવનગર પરીક્ષા વિશેષ ટ્રેન ગાંધીગ્રામથી 15:30 કલાકે ઉપડશે. 19:30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટેશન પર ઉભી રહેશે.
શું કહે છે અધિકારીઃ આ અંગે ભાવનગર રેલવે ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ વિશેષ ટ્રેનો પરીક્ષા આપવા માટે જઈ રહેલા ઉમેદવારોને ફાયદો મળે તે માટેનું વિશેષ આયોજન કરેલ છે. આ સ્પેશ્યલ ટ્રેનની જાહેર કરેલ વિગતો અનુસાર ભાવનગર-ગાંધીગ્રામ-ભાવનગર તેમજ જૂનાગઢ-રાજકોટ-જૂનાગઢ રૂટ પર ટ્રેનો દોડાવામાં આવશે.