કોંગ્રેસ હંમેશા નર્મદા ડેમનો વિરોધ કરે છે: જીતુ વાઘાણી - narmda dam
રાજકોટ: ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, કોંગ્રેસની જ્યાં સરકાર છે, ત્યાં વિરોધ કરતી આવી છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકારને વાંધા છે. ભારત સરકાર તમામ રાજ્ય સરકારોના હિત જોઈ નર્મદાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ હંમેશા નર્મદાનો વિરોધ કરતી આવી છે. નર્મદા મુદ્દે કોંગ્રેસ સકારાત્મક રહે. કોંગ્રેસ રાજ્યમાં જનતાનું અહિત કરવામાં માગે છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી
PM મોદીના ગુજરાત પ્રવાસ અંગે જીતુ વાઘાણીએ કહ્યું કે, 370 નાબૂદ બાદ ગુજરાત આવી રહ્યાં છે. આવતીકાલે PM અમદાવાદ પહોંચશે. નર્મદા બંધ માટે PMએ સંઘર્ષ કર્યો છે. નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી છે. 138.65 મીટરની હાઇટનો નર્મદા નીરના વઘામણા કરવામાં આવશે. મોદીએ PM બનતાની સાથે 17 દિવસમાં PMએ દરવાજા મુકવાની મંજૂરી આપી હતી. મોદીના હસ્તે નર્મદા નીરના વઘામણા કરવામાં આવશે. રાજ્યમાં વિવિધ જગ્યાએ કાર્યક્રમો કરવામાં આવશે.