ગુજરાત

gujarat

ETV Bharat / state

Jetpur canal pollution: પ્રદૂષણ માફિયાઓએ સિંચાઈની કેનાલને પણ ના મૂકી, પાણી લાલચોળ કર્યું

ઔદ્યોગિક નગરી જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓએ પોતાના પ્રદૂષણ ફેલાવવા માટેની એક નવી જ તકનીક અપનાવી. ભાદર કેનાલની અંદર પ્રદૂષિત કેમિકલ વાળું પાણી છોડી દેતા કેનાલનું પાણી લાલ વહેતું જોવા મળ્યું છે. જુઓ આ અહેવાલમાં.

Jetpur Water canal: પ્રદૂષણ માફિયાઓએ સિંચાઈની કેનાલને પણ ના મૂકી, કેનાલનું પાણી કરી દીધું લાલચોળ
Jetpur Water canal: પ્રદૂષણ માફિયાઓએ સિંચાઈની કેનાલને પણ ના મૂકી, કેનાલનું પાણી કરી દીધું લાલચોળ

By

Published : Jan 23, 2023, 1:45 PM IST

Jetpur Water canal: પ્રદૂષણ માફિયાઓએ સિંચાઈની કેનાલને પણ ના મૂકી, કેનાલનું પાણી કરી દીધું લાલચોળ

રાજકોટ:ઔદ્યોગીક શહેર જેતપુરમાં સાડીના કારખાનેદારોએ ભાદર નદીને તો પહેલેથી જ પ્રદુષિત કરી નાખી છે. ત્યારે હવે બાકી રહી ગયું હતું ત્યાં સિંચાઈ માટે છોડેલ ભાદર કેનાલમાં કોઈ પ્રદુષણ માફિયા દ્વારા પાણીના પ્રવાહના મોકાનો ફાયદો ઉઠાવી પોતાના કારખાનાનું પ્રદુષિત પાણી કેનાલમાં છોડી દેવામાં સામે આવ્યું છે.

વિવિધ યુનિટો:જેતપુર સાડી ઉદ્યોગના વિવિધ યુનિટો દ્વારા જળ, વાયુ અને જમીનને એટલી હદે પ્રદુષિત કરી નાખી છે કે અહીંયાના વિસ્તારોમાં કુવા અને બોરની અંદર પણ કલર વાળા પાણી આવે છે. આ પ્રદૂષણ કરવાને લઈને કુદરતી સંપતિને વ્યાપક નુકસાન કરી નાખ્યાંની વ્યાપક ફરિયાદ ઊઠી છે. એ બાદ છેલ્લા એક અઠવાડિયાથી પ્રાંત અધિકારીની આગેવાનીમાં પ્રદુષણ ફેલાવતા કાયદેસર તેમજ ગેરકાયદેસર યુનિટોની એક બાજુ તપાસ ચાલી રહી છે. બીજી તરફ ખેડૂતોને સિંચાઇ માટેની જીવાદોરી સમાન ભાદર સિંચાઈની કેનાલમાં પ્રદૂષણ શરૂ કર્યું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો Health Tips: જે લોકો પુરતુ પાણી નથી પીતા તેમનામાં અકાળ મૃત્યુનું જોખમ વધારે

પાકના સિંચાઈ:સિંચાઈ વિભાગ દ્વારા શિયાળુ પાકના સિંચાઈ માટે એકાદ મહિનાથી કેનાલ મારફત સિંચાઈ કરી શકે તે માટે પાણી છોડવામાં આવ્યું છે તે કેનાલમાં જીથુડી રોડ પરથી કોઈ કારખાનેદારે મોકાનો ફાયદો ઉઠાવીને વહેતા પાણીમાં પોતાના યુનિટનું કેમીકલ યુક્ત લાલ પાણી ટેન્કર મારફત અથવા તો પાઇપ લાઈન દ્વારા છોડી દેતા આખી કેનાલ લાલ પાણીથી પ્રદુષિત થઈ ગઈ હોવાના દ્રશ્યો સર્જાયા હતા.

આ પણ વાંચો Gujarat Nadi Mahotsav: ગુજરાતની 22 નદીઓ અતિ પ્રદુષિત છત્તા સરકાર ઉજવી રહી છે 'નદી મહોત્સવ'

સિંચાઇનુ પાણી પૂરુ:સૌરાષ્ટ્રનો સૌથી મોટામાં મોટો કેનાલનો કમાન્ડ વિસ્તાર ભાદર કેનાલનો છે. જેમાં આ કેનાલની લંબાઈ 78 કિમી લંબાઈની કેનાલ દ્વારા સીધું નાકે પાણી વાળી શકે અથવા તો પંપીંગ કે માઇનોર કેનાલથી જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જૂનાગઢના સહિતના ગામોની અંદાજિત 36800 કરતા પણ વધારે હેક્ટર જમીનને સિંચાઇનુ પાણી પૂરુ પાડતી આ લાંબી કેનાલના પાણીમાં કોઈ પ્રદુષણ માફિયાએ કેમિકલ યુક્ત લાલ પાણી છોડી દેતા કેનાલમાં લાલ પાણી વહેતું હોવાની બાબત સામે આવી છે.

કેમિકલ વાળું:પાણીથી ખુબ જ પ્રદૂષણ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ બાબતને લઈને તંત્રે કોઈ નક્કર પગલાં લેવા જોઈએ તે જરૂરી છે અન્યથા આ કેમિકલ વાળું પાણી ફેલાયા કરશે. તો ખેતી પાકમાં વ્યાપક નુકશાની થશે તેવું પણ સામે આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details