રાજકોટઃજેતપુર શહેરમાં થોડા દિવસ પહેલા પોલીસે જૂદી જૂદી જગ્યા પરથી શંકાસ્પદ કેમિકલના 10 અને 15 બેરલ મળીને કુલ 25 જેટલા શંકાસ્પદ કેમિકલ ભરેલા બેરલનો જથ્થો ઝડપી લીધો હતો. આ કેમિકલનો ઉપયોગ દેશી દારૂ બનાવવા માટે કરાતો હોવાની આશંકા હોવાથી પોલીસે કેમિકલના સેમ્પલને ફોરેન્સિક તપાસમાં મોકલ્યા હતા. તેનો રિપોર્ટ આવી જતા આ કેમિકલ ઈથાઇલ આલ્કોહોલ, રેકટિફાઈટ સ્પિરીટ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ જેતપુર સિટી પોલીસે 4 વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે. તેમ જ સમગ્ર બાબતે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોUsurers Case in Gujarat: વ્યાજખોરીના વિષચક્ર સામે સરકાર મેદાને, 1400થી વધુ વસૂલીઓ સામે ગુનો
200 લિટરના બેરલ ઝડપાયાઃ આજથી થોડાક મહિના પહેલા બોટાદમાં કેમિકલયુક્ત દારૂ પીવાથી 40થી 45 લોકોના નિપજ્યા હતા. ત્યારે તત્કાલીન સમયે કેમિકલવાળા દારૂ અંગે ભારે ઉહાપોહ થયો હતો. જોકે, સમય જતાંકેમિકલનો મામલો શાંત થઈ જતાં આવો કેમિકલયુક્ત દારૂ અન્ય શહેરોમાં પણ વેચાવા લાગ્યો છે, જેમાં જેતપુર શહેરમાં થોડા દિવસ પૂર્વે 2 દિવસમાં જુદી જુદી જગ્યાએથી કેમિકલના 200 લિટરના એક એવા 25 બેરલ પોલીસે ઝડપી લીધા હતાં.
આ પણ વાંચોJamnagar Crime: 1.33 કરોડાના દારૂ પર પોલીસ બુલ્ડોઝર ફેરવી દીધુ
શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપાયો હતોઃ પોલીસે આ બાબતે પ્રથમ બનાવમાં જેતપુર શહેરના દાસીજીવણપરા વિસ્તાર પાસે આવેલા આંબલિયા નગરમાં આવેલા એક બંધ દુકાનમાંથી 420 લીટર દેશી દારૂ અને 15 બેરલ શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપ્યો હતો. ત્યારબાદ નવાગઢ પાસેથી એક બોલેરો જીપમાંથી 10 બેરલ શંકાસ્પદ કેમિકલ સાથે 3 શખ્સોને પોલીસે હસ્તગત કર્યા હતાં.
પોલીસે શરૂ કરી તપાસઃ આ અંગે જેતપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક રોહિતસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, ઝડપાયેલું કેમિકલ શંકાસ્પદ લાગતા પોલીસ દ્વારા આ કેમિકલના નમૂનાને ફોરેન્સિક તપાસ માટે ફોરેન્સિક ટીમને બોલાવી સેમ્પલ લીધા હતાં. તેના રિપોર્ટમાં ઝડપાયેા કેમિકલ ઈથાઇલ આલ્કોહોલ, રેક્ટિફાઈટ સ્પિરિટ હોવાનું આવ્યું હતું, જેથી સિટી પોલીસે રિપોર્ટના આધારે હરેશ ઉર્ફે હરિયો પરમાર, સાગર ઉર્ફે ગદી ચુનીલાલ ગોહેલ તેમ જ કીર્તિરાજસિંહ સજુભા ગોહિલ (રૂદ્ર એન્ટરપ્રાઇઝ) રહે, બજરંગ વાડી રાજકોટ અને બીજા ગુનામાં વિજય કાંતિલાલ વેગડા સામે આઇપીસી 65 (એફ) 81 અને 98 (2) મુજબ ગુનો નોંધી તેઓની ઝડપી પડવાની તજવીજ હાથ ધરી છે ત્યારે આ કેમિકલ દારૂ બનાવવા માટે ઉપયોગ થતું હોવાનું પણ સામે આવ્યું છે જેથી પોલીસે સમગ્ર બાબતે ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરી છે.