ભાદર કેનાલનું પાણી ઉભરાતા ખેડૂતોના ખેતરમા પાણી ફરી વળ્યું રાજકોટ:જેતપુર તાલુકાના ખીરસરા ગામ પાસે આવેલી ભાદર સિંચાઈ વિભાગની કેનાલમાંથી સિંચાઈ માટે છોડવામાં આવેલી પાણી ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરોમાં ઘુસી ગયું હતું. ખેતરોમાં પાણી ઘુસી જતા પાકને નુકસાન પણ થવા પામ્યું હતું. આ અંગે તંત્રને જાણ થતા તુરંત જવાબદાર તંત્રના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને તાત્કાલિક કેનાલ સફાઈની કામગીરી હાથ ધરી હતી.
પાણી કેનલમાંથી ઓવરફ્લો થઈને ખેડૂતોના ખેતરોમાં ઘુસી ગયું આગોતરા આયોજનનો અભાવ: જેતપુર તાલુકાના ખીરસરા ગામ પાસે આવેલી ભાદરની કેનાલમાં શિયાળુ પિયત માટે પાણી છોડવામાં આવ્યું હતું. જેમાં પાણીનો પ્રવાહ વધી જતા કેનાલમાંથી પસાર થઈ રહેલું પાણી ઉભરાઈ અને ખેડૂતોના ખેતરમાં ઘૂસી ગયું હતું. પાણી ખેતરોમાં ઘુસી જતા તૈયાર મોલમાં નુકશાની થઈ હોવાનું સામે આવ્યું છે. આ અંગે ખેડૂતોએ જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા નિયમ અનુસાર જે સફાઈની કામગીરી કરી અને ત્યારબાદ કેનાલમાં પાણી છોડવામાં આવતું હોય છે તે કોઈ પણ પ્રકારની સફાઈની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી નથી તેથી આ સ્થિતિનું નિર્માણ થયું છે.
કોઈ પણ પ્રકારની સફાઈની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી નથી પાકને ભારે નુકસાન: કેનાલનું પાણી ખેડૂતોના ખેતરમાં ઘુસી જતા ખેડૂતોનો તૈયાર મોલ એટલે કે ઘઉં, ચણા, ધાણા સહિતના શિયાળુ પાકને નુકસાન થયું છે. ઘણા ખેડૂતોના તૈયાર મોલની અંદર પણ પાણી ફરી વળ્યું છે. જેને લઈને મોલ ફરીથી ઊભો થશે કે નહીં તેને લઈને પણ ચિંતા અને તંત્ર દ્વારા કરવામાં આવેલી બેદરકારીને લઈને તંત્ર પ્રત્યે રોષ પણ જોવા મળ્યો છે.
આ પણ વાંચોGujarat High Court: પ્રદૂષિત સાબરમતી નદી અંગે HC ચિંતામાં, કહ્યું - ગેરકાયદેસર કનેક્શનો તાત્કાલિક દૂર કરો
તંત્રનો લૂલો બચાવ:જેતપુરના ખીરસરા ગામ પાસે આવેલી ભાદર કેનાલમાં કચરાના કારણે ઓવરફ્લો થઈ હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે ત્યારે કેનાલમાંથી પાણી ઓવરફ્લો થતા તંત્ર પણ સ્થળ પર દોડી આવ્યું હતું અને તાત્કાલિક અસરથી સાફ-સફાઈની કામગીરી શરૂ કરી હતી. જેમાં આ અંગે સિંચાઈ વિભાગના અધિકારી મિતેષ મોવલિયાએ જણાવ્યું હતું કે કેનાલની સંપૂર્ણ સાત સફાઈ કર્યા બાદ જ કેનાલની અંદર પાણી છોડવામાં આવ્યું છે. કેનાલ ઓવરફ્લો થવાનું કારણ શેવાળ હોવાનું જણાવી અને પોતાનો લૂલો બચાવ કરતા નજરે પડી રહ્યા છે.
આ પણ વાંચોVande Bharat Train: રાજકોટમાં વંદે્ ભારત ટ્રેન શરૂ કરવા સાંસદની માગ, કેન્દ્રિય રેલવે પ્રધાનનો સકારાત્મક પ્રતિસાદ
ખેડૂતોમાં ભારે રોષ: જેતપુરની ભાદર કેનાલની અંદર વર્તમાન સમયની અંદર શિયાળુ પાક માટે જે રીતે કેનાલ મારફત ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવી રહ્યું છે. પાણી આપતા પહેલા કેનાલની અંદર સંપૂર્ણ સાફ-સફાઈ કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે. આ કોન્ટ્રાક્ટના અને સાફ-સફાઈના લાખો રૂપિયાના બીલો ચૂકવવામાં આવતા હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે પરંતુ આ સાફ-સફાઈની કામગીરી માત્ર કાગળ પર જ થઈ હોવાનું ખેડૂતોએ આક્ષેપ કરી અને તંત્ર દ્વારા સંપૂર્ણ કામગીરી નહીં કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. ખેડૂતોએ નુકસાનનું વળતરની પણ માગ કરી છે.