ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં શાંતિપૂર્ણ માહોલમાં JEEની પરીક્ષા શરૂ

કોરોના વચ્ચે શરૂ થયેલી JEEની મેઈન પરીક્ષાના પ્રથમ દિવસે એકંદરે શાંતિપૂર્ણ રીતે પરીક્ષા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ તેમજ વાલીઓઓમાં રાહતની લાગણી જોવા મળી હતી અને પરીક્ષા સેન્ટરોમાં પણ સામાન્ય માહોલ દેખાયો હતો. રાજકોટ જિલ્લામાં આવેલી મારવાડી યુનિવર્સિટી ખાતે પણ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા લેવાઈ હતી.

JEE exams
JEE exams

By

Published : Sep 2, 2020, 1:23 PM IST

રાજકોટઃ ગુજરાત સહિત રાજકોટમાં પણ મંગળવારથી JEE પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે રાજકોટની ભાગોળે મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટી ખાતે આ પરીક્ષા યોજાઈ છે. JEEની પરીક્ષાને લઈને આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્ર ભરમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ મારવાડી યુનિવર્સિટી ખાતે પરીક્ષા આપવા માટે આવી પહોંચ્યા હતા.

પરીક્ષા સમય સવારના 9 વાગ્યાથી શરૂ થવાની હતી. સમગ્ર પરીક્ષા ઓનલાઈન હોવાના કારણે વિદ્યાર્થીઓને 7 વાગ્યાથી પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે કેમ્પસ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

રાજકોટમાં અંદાજીત 2200 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે સૌરાષ્ટ્રના અલગ- અલગ જિલ્લા માંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વહેલી સવારે રાજકોટ ખાતે પહોંચી ગયા હતા. દૂરથી પોતાના બાળકો સાથે પરીક્ષા માટે આવેલ વાલીઓ માટે કેમ્પસમાં પીવાના પાણી અને બેસવાની કોઈ પણ વ્યવસ્થા ન હોવાથી વાલીઓમાં રોષ પણ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના વિરોધ અને કોરોનાની મહામારીની વચ્ચે રાજકોટમાં શાંતિપૂર્ણ રીતે પરીક્ષાનો પ્રારંભ થયો છે.

ABOUT THE AUTHOR

...view details