વિઠ્ઠલભાઈ રાદડીયાના અંતિમ દર્શન માટે જામકંડોરણા લેઉવા પટેલ કન્યા છાત્રાલય ખાતે જયેશભાઈ રાદડીયા, રાજકીય આગેવાનો, લલિત વસોયા સહિતના લોકો પહોચ્યા હતા. મંગળવારે બપોરે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી જામકંડરોણા ખાતે સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાના પાર્થિવ દેહને શ્રદ્ધાસુમન અર્પણ કરશે, વિજયભાઈ રૂપાણી બપોરે ૧:૨૫ કલાકે જામકંડરોણા ખાતે સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાના પાર્થિવ દેહને શ્રદ્ધાસુમન અર્પણ કરશે.
ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાના અવસાન પર જયેશ રાદડીયાની પ્રતિક્રિયા
રાજકોટઃ સૌરાષ્ટ્રના ખેડૂત નેતા અને પોરબંદરના માજી સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયાની મંગળવારના રોજ જામકંડોરણા ખાતે સ્મશાન યાત્રા રાખવામાં આવી છે. પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાના દુ:ખદ અવસાનને લઈને આવતી કાલને મંગળવારના રોજ ગોંડલ અને જેતપુર માર્કેટ યાર્ડ બંધ રહેશે અને ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાના દુ:ખદ અવસાન બાદ તેમના પત્ની ચેતનાબેન રાદડીયા, પુત્ર જયેશભાઈ રાદડીયા સહિતના પરિવારજનો જામકંડોરણા નિવાસ્થાને આવી પહોચ્યા હતા.
સોમવારના રોજ પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાનુ દુઃખદ અવસાન થતા મુખ્યપ્રધાનએ ઘેરા શોક અને ઊંડા દુઃખની લાગણી વ્યકત કરી હતી સ્વ. વિઠ્ઠલભાઈના અંતિમ દર્શને મુખ્યપ્રધાન રૂપાણી તેમજ અનેક રાજકીય, સામાજિક અગ્રણીઓ જોડાશે, વિઠ્ઠલભાઇ રાદડીયાના અંતિમ દર્શન તા.૩૦/૭/૧૯ મંગળવાર સવારના ૭ થી બપોરના ૧૨ કલાકે કન્યા છાત્રાલય જામકંડોરણા ખાતે રાખવામાં આવ્યા છે, ત્યાર બાદ સ્મશાન યાત્રા
તા.૩૦/૭/૧૯ મંગળવાર બપોરે ૧ કલાકે એમના નિવાસ સ્થાન પટેલ ચોક જામકંડોરણા ખાતેથી નીકળશે.