રાજકોટઃ ગોંડલ કૈલાશબાગમાં આવેલા બ્રહ્માકુમારી દ્વારા છેલ્લા 39 વર્ષથી કૃષ્ણ જન્મ ભાવભેર ઉજવણી કરવામાં આવે છે, પણ આ વર્ષે કોરોનાની મહામારીને લઈને તમામ ધાર્મિક મંદિરો અને ઉત્સવો પર પ્રતિબંધને લઈને હવે ડિજિટલ યુગ એટલે કે, ઓનલાઈન ધાર્મિક ઉત્સવો અને મંદિરોમાં દર્શન કરવામાં આવે છે, ત્યારે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી, ચેતન્ય રાધા ક્રિષ્નાની જાખી ભક્તો એ ઓનલાઈન ઉજવણી કરવામાં આવી હતી.
ડિજિટલ દર્શનઃ ગોંડલ બ્રહ્માકુમારી દ્વારા ઓનલાઈન જન્માષ્ટમી ઉજવણી... - rajkot news
ગોંડલ કૈલાશબાગમાં આવેલા બ્રહ્માકુમારી દ્વારા છેલ્લા 39 વર્ષથી કૃષ્ણ જન્મ ભાવ ભેર ઉજવણી કરવામાં આવે છે, પણ આ વર્ષે કોરોનાની મહામારીને લઈને તમામ ધાર્મિક મંદિરો અને ઉત્સવો પર પ્રતિબંધને લઈને હવે ડિજિટલ શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
![ડિજિટલ દર્શનઃ ગોંડલ બ્રહ્માકુમારી દ્વારા ઓનલાઈન જન્માષ્ટમી ઉજવણી... ડિજિટલ દર્શનઃ ગોંડલ બ્રહ્માકુમારી દ્વારા ઓનલાઈન જન્માષ્ટમી ઉજવણી કરવામાં આવી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12:39:18:1597216158-gj-rjt-01-gondal-brahmakumari-janmastmi-online-photo-gj10022-12082020123740-1208f-1597216060-228.jpg)
ડિજિટલ દર્શનઃ ગોંડલ બ્રહ્માકુમારી દ્વારા ઓનલાઈન જન્માષ્ટમી ઉજવણી કરવામાં આવી
બ્રહ્માકુમારીના ભાઈ-બહેનોએ પોત પોતાના ઘરમાં શણગાર કરીને મોબાઈલ અને કોમ્પ્યુટરની સામે બેસીને ઓનલાઇન કૃષ્ણ જન્મની આરતી ઉતારવામાં આવી હતી. આ તમામ કાર્યક્રમની જહેમત ગોંડલ સંચાલન બ્રહ્માકુમારી ભાવના દીદીએ કર્યું હતું.