રાજકોટ: જિલ્લાના ધોરાજી સ્ટેશન રોડ ઉપર આવેલ આર્શી હોલસેલ દુકાનનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તમાકુ, બીડી, સોપારીનું ગેરકાયદે વેચાણ થતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. મળતી માહિતી મુજબ ગેરકાયદે ઉંચી કિમતે પાનમસાલા, બીડી, સીગારેટ વગેરેનું વેચાણ થતું હોવાથી જનતાએ રેડ પાડી હતી. આ વીડિયોમાં અમુક લોકો સોપારી અને તમાકુ લઈને ભાગતા પણ દેખાયા હતા.
ગેરકાયદે પાન-બીડીનું વેચાણ કરતા ચેતજો, ધોરાજીમાં જનતાએ કરી રેડ... - રાજકોટ ન્યૂઝ
રાજકોટ જિલ્લાના ધોરાજી સ્ટેશન રોડ ઉપર આવેલ આર્શી હોલસેલ દુકાનનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તમાકુ, બીડી, સોપારીનું ગેરકાયદે વેચાણ થતું હોવાનો ઘટસ્ફોટ થયો છે.
ધોરાજીમાં ગરેકાયદે પાન બીડીનું વેચાણ કરતા ચેતજો, જનતા કરી રહી છે રેડ
ઉલ્લેખનીય છે કે, લોકડાઉનમાં રાજ્ય સરકારે પાનમસાલા, બીડી, સીગારેટ વેગેર પર પ્રતિબંધ લાદ્યો છે. આ અગાઉ મોરબીમાં પણ ડ્રોન મારફતે પાનમસાલાની ડિલીવરી થતો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો.
Last Updated : May 8, 2020, 6:54 PM IST