ગુજરાત

gujarat

ETV Bharat / state

જામકંડોરણામાં વર્ષ 2019માં સગીરા સાથે બળજબરી કરનાર આરોપીને ચાર વર્ષની સજા - Goyal Police Sub Inspector

રાજકોટમાં આવેલા જામકંડોરણા તાલુકામાં વર્ષ 2019 માં સગીરા સાથે બળજબરી કરનારને ધોરાજી કોર્ટે (Dhoraji Court) સજા ફટકારી છે. જેમાં ધોરાજી કોર્ટે (Dhoraji court sentenced accused to four years) આરોપીને ચાર વર્ષની સજાની સાથે 11 હજારનો દંડ ફટકાર્યો છે. ભોગ બનનારને 2 લાખ રૂપિયાની સહાય(Jamkandorana Police Sub Inspector) ચૂકવવા હુકમ ફરમાવવામાં આવ્યો છે.

જામકંડોરણામાં વર્ષ 2019માં સગીરા સાથે બળજબરી કરનાર આરોપીને ચાર વર્ષની સજા
જામકંડોરણામાં વર્ષ 2019માં સગીરા સાથે બળજબરી કરનાર આરોપીને ચાર વર્ષની સજા

By

Published : Dec 23, 2022, 5:09 PM IST

જામકંડોરણામાં વર્ષ 2019માં સગીરા સાથે બળજબરી કરનાર આરોપીને ચાર વર્ષની સજા

રાજકોટજામકંડોરણા તાલુકા વિસ્તારમાં વર્ષ 2019 માં 18 વર્ષથી નીચેની સગીરાસાથે જબરદસ્તી (Jamkandorana rape case) કરવાના કેસમાં ધોરાજી કોર્ટે આરોપીને ચાર વર્ષની સજા ફટકારી છે. 11 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સરકારદ્વારા ભોગ બનનારને 2 લાખ રૂપિયાની સહાય ચૂકવવા માટેનો પણ એડિશનલ કોર્ટ દ્વારા હુકમ (Order by Additional Court) ફરમાવવામાં આવ્યો છે.

પોક્સો કેસના આરોપીધોરાજીના મહેરબાન એડિશનલ સેશન્સ એન્ડ ડીસ્ટ્રીકટ (Additional Sessions and District) જજ રાહુલકુમાર એમ શર્માએ પોક્સો કેસના આરોપી વનરાજ બાબુભાઈ ઓડેદરા રહેવાસી જામદાદર તાલુકો જામકંડોરણા વાળાને પોક્ષો એક્ટની કલમ 8 અને ભારતીય દંડ સહિતા(Indian Penal Code) કલમ 354, 451, 354-A(1) મુજબના ગુનામાં તકસીર ઠરાવી અને 4 વર્ષની સજા તથા ₹11,000 દંડ ફટકારેલ છે. ભોગ બનનારને રૂપિયા ₹2,00,000 વળતર આપવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.

ખંભાના ભાગે સ્પર્શ જામકંડોરણા પોલીસ સબ ઇન્સ્પેક્ટર(Jamkandorana Police Sub Inspector) આર.એલ. ગોયલને રૂબરૂ ફરિયાદ આપેલી હતી કે, તારીખ 17-12-2019 ના તે પોતાના સંયુક્ત કુટુંબના ઘરમાં સુતા હતા. ત્યારે આરોપી બંદકામ કરવાના ઇરાદાથી રાત્રિના તેણીના ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે આ કેસમાં ભોગ બનનાર તેના બેનની બાજુમાં સૂતી હતી. ત્યારે આરોપી વનરાજ તેના છાતી અને ખંભાના ભાગે સ્પર્શ કરેલ હોઈ તથા મોઢે મુંગો દઈ અને બહાર લઈ જતો હતો. ત્યારે ભોગ બનનારનો દેકરો થતાં તેના પરિવારજનો જાગી ગયેલા અને આ વખતે આરોપી વનરાજ સાથે ઝપાઝપી થયેલી હતી.

રુદ્રાક્ષની માળાઆ કેસમાં (Jamkandorana rape case)આરોપીની ગળામાં પહેરેલી રુદ્રાક્ષની માળા તેમજ ટીશર્ટ તથા મોબાઈલ ફોન આ ઝપાઝપીમાં ત્યાં રહી જવા પામેલા હતા. જેમાં ભોગ બનનારની ફરિયાદના આધારે આર.એલ. ગોયલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (Goyal Police Sub Inspector) દ્વારા તપાસ હાથ ધરેલી હતી. અને ચાર્જશીટ થયા બાદ ચાર્જ ફરમાવવામાં આવેલ હતી. જેમાં આરોપી તરફથી એવો બચાવ લેવામાં આવેલ કે તેને ભોગ બનનાર સાથે મિત્રતા હતી. અને ભોગ બનનારે જ તેને બોલાવેલ હતા. પરંતુ પરિવારના લોકો જાગી જતા ભોગ બનનારે ખોટી ફરિયાદ આપેલી છે તેવું જણાવ્યું હતું.

સહમતીનો બચાવઆ તબક્કે પુરાવાઓ પૂર્ણ થયા બાદ પબ્લિક પ્રોસિટર કાર્તિકેય પારેખ તરફથી એવી દલીલ કરવામાં આવેલી હતી કે સ્થાનિક જગ્યાના પંચનામાંથી આરોપી વનરાજની માળા તથા ટીશર્ટ તથા મોબાઈલ ફોન ભોગ બનનારના ઘરમાંથી મળી આવેલા છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટ પ્રમાણે ભોગ બનનારના ઘરમાંથી મળેલ ટીશર્ટ પરનું લોહીનો નમુનો આરોપીના લોહીના નમુના સાથે મળે છે. ત્યારે આ સાથે વિશેષમાં આરોપી તરફથી ભોગ બનનારે બોલાવેલાની રજૂઆત છે. એટલે કે આરોપી તરફથી સહમતીનો બચાવ લેવામાં આવેલો છે તેવું જણાવ્યું હતું. પરંતુ આ કેસમાં ભોગ બનનારની ઉંમર બનાવ વખતે 18 વર્ષથી નાની છે. અને સહમતી આપવા માટે તે સક્ષમ કે સમર્થ ન ગણી શકાય તેવા સર્વોચ્ચ અદાલતના પ્રસ્થાપિત સિદ્ધાંતને ધ્યાને લઈ અને આરોપીને તકસીરવાન ઠરાવવો જોઈએ તેવું જણાવેલ હતું.

બંને પક્ષોની દલીલો આ કેસની (Jamkandorana Police Sub Inspector) અંદર બંને પક્ષોની દલીલોને ધ્યાનમાં લઇ અને ધોરાજીના મહેરબાન એડિશનલ સેશન્સ એન્ડ ડીસ્ટ્રીકટ (Additional Sessions and District) જજ રાહુલકુમાર એમ. શર્મા દ્વારા આરોપી વનરાજ બાબુભાઈ ઓડેદરા કે જે રહેવાસી જામદાદર તાલુકો જામકંડોરણા વાળાને ભારતીય દંડ સંહિતાની કલમ 354 A(1), 451 અને પોક્સો એકટ કલમ 8 હેઠળ તકસીરવાન ઠરાવી અને રૂપિયા ₹11,000 દંડ ફટકારેલ છે. તથા 4 વર્ષની સજા કરેલ છે. અને ભોગ બનનારને રૂપિયા ₹2,00,000 વળતર સરકાર તરફથી આપવાનો પણ આ સાથેનો હુકમ કરેલ છે.

ABOUT THE AUTHOR

...view details