- જલારામબાપાની 221મી જન્મજ્યંતી નિમિતે વિરપુરના લોકોએ ઘરે ઘરે કરી રંગોળી
- રંગોળીમાં જલારામ બાપાના જીવનચરિત્રના શેડ બનાવવામાં આવ્યા
- વીરપુરમાં દિવાળી જેવો માહોલ
- ઘરે ઘરે આસોપાલવના તોરણ બાંધવામાં આવ્યા
- કોરોનાની મહામારીને વચ્ચે સાદાઈથી ઉજવણી કરવામાં આવી
વીરપુર: સૌરાષ્ટ્રના સમરથ સંત પૂજ્ય જલારામબાપાની 221મી જન્મજયંતી નિમિતે વિરપુરમાં ઘરે ઘરે રંગોળીઓ કરવામાં આવી અને આસોપાલવના તોરણ બાંધવામાં આવ્યા. બાપાની જન્મજયંતી પર ભક્તો ભાવભેર ઉજવણી કરી રહ્યા છે.
જલારામબાપાની ૨૨૧મી જન્મજયંતી નિમિતે વીરપુરમાં દિવાળી જેવો માહોલ વીરપુમાં દિવાળી જેવો માહોલ
સુપ્રસિદ્ધ જગવિખ્યાત યાત્રાધામ વિરપુરમાં સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની આજે 221મી જન્મ જયંતની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વિરપુર વાસીઓમાં અનેરો ઉત્સાહ છે. ઘરે ઘરે આસોપાલવના તોરણ તેમજ રંગોળી બનાવવામાં આવી છે.
દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ
રંગોળીઓમાં બાપાના અલગ અલગ જીવનચરિત્રના શેડ બનાવવામાં આવ્યા છે. જેમાં પૂજ્ય બાપાનો જીવન મંત્ર હતો કે "દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ" ના જીવનચરિત્રને સાર્થક કરતા રંગોળીના શેડ બનાવી બાપાની જન્મજયંતી ઉજવાય રહી છે. આ સાથે સાથે પૂજ્ય જલારામબાપાને સમગ્ર વિશ્વમાંથી કોરોના મહામારી દૂર થાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે.