ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ: સમરથ સંત પૂજ્ય જલારામ બાપાની આજે 221મી જન્મજયંતી, દર્શન કરવા ભક્તોની લાગી કતારો

"રામ નામ મેં લીન હે દેખત સબ મેં રામ તાકે પદ વંદન કરું જય જય જલારામ" એવા સમરથ સંત પૂજ્ય જલારામ બાપાની આજે ૨૨૧મી જન્મ જયંતિ નિમિત્તે વિરપુર બન્યું જલારામ મય.

સમરથ સંત પૂજ્ય જલારામ બાપાની આજે ૨૨૧મી જન્મજયંતી
સમરથ સંત પૂજ્ય જલારામ બાપાની આજે ૨૨૧મી જન્મજયંતી

By

Published : Nov 21, 2020, 10:15 AM IST

  • પૂજ્ય જલારામ બાપાની આજે ૨૨૧મી જન્મજયંતી
  • ભાવિકો દેશ વિદેશથી વાહનો, સાયકલો તેમજ પગપાળા વીરપુર આવી પહોંચ્યા
  • બાપાના પરિવારજનો દ્વારા પુજા અર્ચના કરી બાપાનું મંદિર દર્શન માટે ખુલ્લું મુકાયું
  • ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપાએ લોકોને પોતાના ઘરે રહીને જન્મજયંતી ઉજવવા અનુરોધ કર્યો
  • વહેલી સવારે પૂજ્ય બાપાના મંદિરે દર્શન કરવા દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી

વીરપુર: "રામ નામ મેં લીન હે દેખત સબ મેં રામ તાકે પદ વંદન કરું જય જય જલારામ" એવા સમરથ સંત પૂજ્ય જલારામ બાપાની આજે ૨૨૧મી જન્મજયંતી નિમિત્તે વિરપુર બન્યું જલારામ મય.


જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડોને જીવનમંત્ર બનાવનાર પૂજય જલારામ બાપા


જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડોને જીવનમંત્ર બનાવનાર પૂજય જલારામ બાપાની આજે ૨૨૧મી જન્મજયંતી છે. વહેલી સવારથી જ પૂજ્ય જલારામ બાપાના ભક્તજનો વિરપુર પૂજ્ય બાપાની જન્મ જયંતી ઉજવવા દર વર્ષેની જેમ બાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો દેશ વિદેશથી વાહનો, સાયકલ મારફત તેમજ પગપાળા વીરપુર આવી પહોંચ્યા છે. જેમાં વહેલી સવારે પૂજ્ય બાપાના મંદિરે દર્શન કરવા દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી હતી.

સમરથ સંત પૂજ્ય જલારામ બાપાની આજે ૨૨૧મી જન્મજયંતી
પૂજ્ય જલારામ બાપાનું મંદિર દર્શન માટે ખુલ્લું મુકાયું હતું જલારામ બાપાના દર્શન કરવા માટે દર્શનાર્થીઓ માટે માસ્ક તેમજ સેનેટાઇઝની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જલારામ ભક્તો દ્વારા વહેલી સવારથી જ ભજન,ધૂન સાથે બાપાના દર્શન કરવામાં આવ્યા હતા. આ વર્ષે કોરોનાની મહામારીને લઈને મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપાએ લોકોને ઘરે જ રહીને બાપાની જન્મ યંતી ઉજવવા અનુરોધ કર્યો હતો. સૌ ભક્તોએ મંદિરે પહોંચી પૂજ્ય જલારામબાપાના દર્શન કરી નવું વર્ષ કોરોના મુક્ત બને અને સમગ્ર વિશ્વનું આરોગ્ય સારું રહે તેવી પ્રાર્થના કરી હતી

ABOUT THE AUTHOR

...view details