ગુજરાત

gujarat

ETV Bharat / state

જલિયાણ જોગીના ખુલ્યા દ્વાર, જલારામધામ અન્નક્ષેત્ર 239 દિવસ બાદ ફરી શરુ

"દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ"ને જીવનમંત્ર બનાવનારા સૌરાષ્ટ્રના સંત પૂજ્ય જલારામ બાપાની જન્મ અને કર્મભૂમી વીરપુર મંદિર ગુજરાત રાજ્યમાં 21 માર્ચે લોકડાઉન જાહેરકર્યા બાદ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. લોકડાઉન દરમિયાન અન્નક્ષેત્ર પણ બંધ કરવામાં આવ્યુ હતું. હવે જલારામધામ અન્નક્ષેત્ર 239 દિવસ બાદ નવા વર્ષના બીજા દિવસથી દર્શનાર્થીઓ માટે ફરી શરૂ કરવામાં આવ્યું છે.

જલારામધામ અન્નક્ષેત્ર 239 દિવસ બાદ ફરી શરુ
જલારામધામ અન્નક્ષેત્ર 239 દિવસ બાદ ફરી શરુ

By

Published : Nov 17, 2020, 7:11 PM IST

  • જલારામ ધામમાં 200 વર્ષથી સદાવ્રત ચાલુ
  • વીરપુર અન્નક્ષેત્ર 239 દિવસથી હતુ બંધ
  • સામાજિક અંતર જળવાય તેમ દર્શન અને ભોજનની વ્યવસ્થા

રાજકોટ: "દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ"ને જીવનમંત્ર બનાવનારા સૌરાષ્ટ્રના સંત પૂજ્ય જલારામ બાપાની જન્મ અને કર્મભૂમી વીરપુર મંદિર ગુજરાત રાજ્યમાં 21 માર્ચે લોકડાઉન જાહેરકર્યા બાદ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. લોકડાઉન દરમિયાન અન્નક્ષેત્ર પણ બંધ કરવામાં આવ્યુ હતું. હવે જલારામધામ અન્નક્ષેત્ર 239 દિવસ બાદ નવા વર્ષના બીજા દિવસથી દર્શનાર્થીઓ માટે ફરી શરૂ કરવામાં આવ્યું છે.

જલારામધામ અન્નક્ષેત્ર 239 દિવસ બાદ ફરી શરુ


સામજિક અંતર સાથે દર્શન અને ભોજનની વ્યવસ્થા

આમ તો મંદિર દ્વારા દર્શનાર્થીઓ માટે બાપાના દર્શન ખુલ્લા મુક્યાં ત્યારથી જ સરકારની કોરોના ગાઈડ લાઈન મુજબ જ દર્શન કરાવવામાં આવી રહ્યા છે. પરંતુ દિવાળીના તહેવાર નિમિતે દર્શનાર્થીઓની ભીડને ધ્યાને રાખી દર્શન અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે, જલારામધામના દર્શન માટે અન્નક્ષેત્ર ખાતે સોશ્યલ ડિસ્ટન્સ જળવાય રહે તે રીતે ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. "જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો" એટલે કે જ્યાં ભૂખ્યાને ભોજન કરાવાય ત્યાં સદા ભગવાનનો વાસ હોય છે.

જલારામધામ અન્નક્ષેત્ર 239 દિવસ બાદ ફરી શરુ
વીરપુર ખાતે 200 વર્ષથી સદાવ્રત ચાલુવીરપુર જલારામ ધામમાં અન્નક્ષેત્ર છપ્પનિયા દુકાળમાં પણ બંધ રહ્યુ ન હતું. તો તાજેતરમાં જ સદાવ્રતની 200 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પૂજ્ય મોરારીબાપુની રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાઉન જાહેર થયું ત્યારથી દર્શનાર્થીઓ માટે અન્નક્ષેત્ર બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ મંદિર આશ્રિત ભિક્ષીકો, દિવ્યાંગો તેમજ પરપ્રાંતીય શ્રમિકો માટે તો અન્નક્ષેત્ર ચાલુ જ રાખવામાં આવ્યું હતું. પરંતુ તે પાંચેક હજાર લોકોને મંદિર ખાતે નહીં પરંતુ તેઓ જ્યાં વસવાટ કરતા હોય ત્યાં જઈને ભોજન આપવામા આવતું હતુ. આથી અન્નક્ષેત્ર એક દિવસ પણ બંધ રહ્યુ નથી.

ABOUT THE AUTHOR

...view details