રાજકોટ: શહેરના માંડવી ચોકમાં આવેલા જૈન દેરાસરમાં રોકડ રકમની ચોરી થયાની ઘટના સામે આવી હતી. પોલીસ તપાસ કરતા, ઘટનાના CCTV વીડિયો પણ બહાર આવ્યા હતા. જેમાં પોલીસે મંદિરમાં પૂજારી તરીકે નોકરી કરતા જયેશ મોહનજીવા બારીયા નામના ઇસમની આગવી ઢબે પૂછપરછ કરતા તેણે જ દેરાસરમાં આવેલા મણીભદ્ર દાદાના મંદિરમાંથી અંદાજીત 46,810 રોકડ રૂપિયાની ઉઠાંતરી કરી હોવાનું સામે આવ્યું હતું.
રાજકોટના જૈન દેસાસરમાં પુજારીએ જ કરી ચોરી, CCTV ફૂટેજ આવ્યા સામે - theft was committed by a priest
રાજકોટના સોની બજારના માંડવી ચોકમાં આવેલા અંદાજીત 100 વર્ષ કરતા પણ જૂના જૈન દેરાસરમાં રોકડ રકમની ચોરી થયાની ઘટના સામે આવી હતી. જે મામલે રાજકોટ A ડિવિઝનમાં પણ ફરીયાદ નોંધાતા રાજકોટ ક્રાઈમબ્રાન્ચે આ મામલે તપાસ શરૂ કરી હતી. જેમાં, મંદિરમાં પૂજારી તરીકે નોકરી કરતા જયેશ મોહનજીવા બારીયા નામના વ્યક્તિએ જ મંદિરમાંથી રોકડ રૂપિયાની ઉઠાંતરી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
રાજકોટના જૈન દેસાસરમાં પુજારીએ જ કરી ચોરી, CCTV ફૂટેજ આવ્યા સામે
ઉલ્લેખનીય છે કે, ચોરી દરમિયાન પૂજારીએ PPE કીટ નહીં પરંતુ કોટ પહેરીને ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. રાજકોટમાં જૈન દેરસરમાં ચોરી થયાના CCTV ફૂટેજ વાયરલ થયા બાદ પોલીસ દ્વારા આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.