ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલીતાણા, ઝારખંડના મામલાને લઈને રાજકોટમાં જૈન સમાજ રોડ પર - Jain community rally in Rajkot

પાલીતાણા, શત્રુંજય ગિરિરાજની તળેટી તેમજ (Jain community rally in Rajkot) ઝારખંડના મામલાને લઈને રાજકોટમાં જૈન સમાજનો વિરોધ જોવા મળ્યો હતો. રાજકોટમાં મોટી સંખ્યામાં (Rajkot jains protests) જૈન સમાજ દ્વારા રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. (jains protests demolition temple in Palitana)

પાલીતાણા, ઝારખંડના મામલાને લઈને રાજકોટમાં જૈન સમાજ રોડ પર
પાલીતાણા, ઝારખંડના મામલાને લઈને રાજકોટમાં જૈન સમાજ રોડ પર

By

Published : Jan 2, 2023, 5:24 PM IST

પાલીતાણા અને શત્રુંજય ગિરિરાજની તળેટીની ઘટનાને પગલે રાજકોટમાં જૈન સમાજની રેલી

રાજકોટ : પાલીતાણાની ઘટનાને પગલે રાજ્યભરમાં જૈન સમાજ દ્વારા (Jain community rally in Rajkot) વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ જૈન સમાજના અગ્રણીઓ દ્વારા વિશાળ સંખ્યામાં રેલી યોજવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્રભરના જૈન સમાજના લોકો ઉમટી પડ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. પાલીતાણા, શત્રુંજય ગિરિરાજની તળેટીમાં સહિતના વિસ્તારોમાં જૈન મંદિર પર હુમલાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. જ્યારે ઝારખંડમાં પણ જૈન સમાજના તીર્થ સ્થાનને પર્યટન સ્થળ જાહેર કરવામાં આવ્યું છે તેનો પણ ભારે વિરોધ છે. જેને પગલે આજે રાજકોટમાં વિશાળ રેલી યોજવામાં આવી હતી. (jains protests demolition temple in Palitana)

આ પણ વાંચોપાલીતાણામાં દબાણ અને મંદિર તોડવાના વિરોધમાં સુરતમાં જૈન સમાજનો વિરોધ

ઝારખંડનાં સમ્મેત શિખર તીર્થને પર્યટન સ્થળ જાહેર કરવા પર વિરોધહજારો વર્ષોથી સમસ્ત જૈન સંપ્રદાય માટે જીવનમાં એકવાર સમ્મેત શિખરજીની યાત્રા કરવાનો ભાવ હોય છે. આ પવિત્ર ધાર્મિક સ્થળને તાજેતરમાં જ ઝારખંડ સરકાર પર્યટન સ્થળ બનાવીજૈન ધર્મના લોકોને અન્યાય કર્યો છે. જે મામલે પણ જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે પણ (Rajkot jains protests) રાજકોટમાં જૈન સમાજ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ઝારખંડ સરકાર દ્વારા જે નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે તે પાછો ખેંચવાની ઉગ્ર માંગણી કરી છે. (Jain community Case in Palitana)

આ પણ વાંચોપવિત્ર તીર્થ સ્થાનો સમેત શિખર અને શેત્રુંજય પર્વતની સુરક્ષાને લઈ જૈન સમાજ રસ્તા પર

છેલ્લા એક વર્ષથી છે અસામાજિક ત્રાસરાજકોટમાં જૈન સમાજના અગ્રણીઓએ ETV BHARAT સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે પાલીતાણા અને શેત્રુંજય પર્વતની આસપાસ છેલ્લા એક વર્ષથી અસામાજીક તત્વોનો ત્રાસ છે. જ્યારે તેઓ જૈન તીર્થ સ્થળોની જમીન પર ગેરકાયદેસર દબાણો કરે છે અને જૈન મુનિ તેમજ સાધ્વીઓ સાથે મારકુટની પણ ઘટના સામે આવી છે. જેના પગલે હવે અમે સરકારને આવેદનપત્ર પાઠવ્યું છે. તેમજ જો હવે આ અંગેની કાર્યવાહી નહિ થાય તો અમે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરશું. (Jain submitted application to Rajkot Collector)

ABOUT THE AUTHOR

...view details