- જેલને જલસા જેલ બનાવવામાં જેલર ડી કે પરમારનું નામ ખુલ્યું
- રાજકોટ સ્પેશિયલ અદાલત ખાતે રિમાન્ડની માગ કરવામાં આવી
- જેલરના પહેલી જાન્યુઆરી સુધીના રીમાન્ડ મંજૂર
રાજકોટઃ ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલી સબજેલના જેલર ડી કે પરમાર દ્વારા કેદીઓ પાસેથી આર્થિક લાભ મેળવી જેલને જલસા જેલ બનાવી આપવામાં આવી હતી. નિખિલ દોંગા ગેંગ સામે ગુજસીટોક દાખલ થયા બાદ જેલરનું નામ પણ ખુલતા વધુ રિમાન્ડની માગ સાથે અદાલતમાં રજૂ કરાયા હતા. જ્યાં અદાલતે પહેલી જાન્યુઆરી સુધી જેલરના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ગોંડલ સબ જેલનો જેલર પોલીસ રિમાન્ડ પર જેલરના પહેલી જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર
આ કેસની તપાસ ચલાવી રહેલા જેતપુરના એ.એસ.પી સાગર બાગમારે જણાવ્યું હતું કે, ગોંડલના નિખિલ દોંગા સહિતના ગુનેગારો વિરુદ્ધ ગુજસીટોક ગુનો નોંધાયા બાદ કેદીઓ પાસેથી આર્થિક લાભ મેળવી જેલને જલસા જેલ બનાવવામાં જેલર ડી કે પરમારનું નામ ખુલ્યું હતું. પ્રથમ તેઓ ફરાર થઈ ગયા હતા અને બાદમાં તેની ધરપકડ થતાં પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. રાજકોટ સ્પેશિયલ અદાલત ખાતે રિમાન્ડની માગ સાથે રજૂ કરાતા ન્યાયમૂર્તિએ પહેલી જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરી આપ્યા છે.