રાજકોટઃ આઈકર વિભાગ દ્વારા પોતાનો લક્ષ્યાંક સિધ્ધ કરવા માટે મોટા કરદાતાઓ પર નજર રાખવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ITનો સર્વે થતા વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
રાજકોટના અલગ અલગ વિસ્તારમાં આઇટીનો સર્વે, વેપારીઓમાં ફફડાટ - ન્યુઝ ઓફ રાજકોટ
નાણાકીય વર્ષ 2019- 20 પૂર્ણ થવાને આરે આવ્યું છે ત્યારે આઈકર વિભાગ દ્વારા પોતાનો લક્ષ્યાંક સિધ્ધ કરવા માટે મોટા કરદાતાઓ પર નજર રાખવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
રાજકોટના અલગ અલગ વિસ્તારમાં આઇટીનો સર્વે, વેપારીઓમાં ફફડાટ
રાજકોટ આયકર વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજકોટ શહેરના સદર ચોકમાં આવેલ રાજેશ ચિકીની શોપ પર તેમજ મેટોડાં GIDCમાં આવેલી ફેકટરીમાં આવક વેરા વિભાગની ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આયકર વિભાગ દ્વારા છેલ્લા બે અઠવાડિયાથી રાજકોટ શહેર અને જિલ્લામાં આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.