રાજકોટ શહેરના મધ્યે કરણપરામાં આવેલ આર.સી.આંગડિયા પેઢી ઉપર આવકવેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મળતી માહીતી મુજબ ઇન્કમ ટેક્સની ઇન્વેસ્ટિંગ વિંગના રાજેશ મહાજનના માર્ગદર્શન હેઠળ આવકવેરા વિભાગના ઉચ્ચ અધિરીઓએ કરણપરા વિસ્તારમાં આવેલ આર.સી. આંગડિયા પેઢી પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
રાજકોટની આંગડિયા પેઢી ઉપર ITના દરોડા, 75 લાખથી વધુની રોકડ રકમ મળી - Gujarat
રાજકોટઃ રાજકોટના કરણપરામ આવેલ આર.સી આંગડિયા પેઢી પર આવકવેરા વિભાગે દરોડા પાડયા હતા. આવકવેરાના દરોડા દરમિયાન પેઢીમાંથી પ્રાથમિક તબ્બકે 75 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ ઝડપાઇ હતી. હાલ સમગ્ર દેશમાં આચારસંહિતાનો માહોલ છે એવામાં રાજકોટની આંગડિયા પેઢી પર આવકવેરા વિભાગના દરોડા પડતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
આંગડિયા પેઢી ઉપર ITના દરોડા
આ સર્ચ ઓપરેશન દરમિયાન પ્રાથમિક તબક્કે આવકવેરા વિભાગાને રૂપિયા 75 લાખથી વધુની રોકડ રકમ મળી હોવાનું સામે આવ્યું હતું. તેમજ આવકવેરા વિભાગ દ્વારા પેઢીમાં સર્ચ ઓપરેશન હાલ પણ શરૂ છે જે લાબું ચાલે તેવી શક્યતાઓ છે.