રાજકોટ: વર્ષ 2016માં હરિયાણા ATS દ્વારા શંકાના આધારે (ISI Person in Rajkot) પાકિસ્તાની સંસ્થા ISI સાથે સંકળાયેલા એક મુકબધીરની ધરપકડ કરવામાં આવી હતી. આ મુકબધીર શખ્સ રાજકોટ ખાતે રહેતો હોવાની જાણ હરિયાણા ATSને થતા તેને લઈને હરિયાણા પોલીસ રાજકોટ (Haryana ATS Team Rajkot) ખાતે આવી હતી. તપાસ બાદ આ શખ્સ જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જે 4 વર્ષ બાદ તે જેલમાંથી છુટતા તે ફરી રાજકોટમાં જોવા મળતા રાજકોટ (Terrorism was Seen in Rajkot) પોલીસમાં દોડધામ મચી જવા પામી છે.
મુકબધીર ભિક્ષાવૃત્તિ કરતો હતો
મુકબધીરનું સાચું નામ હજુ સામે આવ્યું નથી. જ્યારે તેની હરિયાણા ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તેનું નામ અસલમ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. જ્યારે હાલમાં તે રાજકોટમાં તેસલીમ નામે રહેતો હતો. જ્યારે આ સમગ્ર બાબત રાજકોટ પોલીસને ધ્યાને આવતા પોલીસ દ્વારા તેને પોલીસ મથકે લઈને જવામાં આવ્યો છે. હાલ આ મુકબધીર શખ્સની રાજકોટ પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે. રાજકોટમાં આ પ્રકારનું ISI કનેક્શનની (Person with a Pakistani Organization in Rajkot) વાત સામે આવતા શહેરભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે.