ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના ગોખલાણા નજીક 8 પશુઓ ભરેલું આઈસર ઝડપાયું, બે શખ્સોની ધરપકડ - rajkot police

રાજકોટના જસદણના ગોખલાણા બાયપાસ રોડ પાસેથી ગત મોડી રાત્રે પશુઓ ભરેલું આઇસર પોલીસે પકડી પાડી હતું.આ આઇસરમાંથી 2 વ્યકિતઓની ઘરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

etv bharat
રાજકોટ : જસદણ નજીક 8 પશુઓ ભરેલું આઈસર ઝડપાયું, બે શખ્સોની ધરપકડ.

By

Published : Jul 23, 2020, 2:32 PM IST

રાજકોટ : જસદણના ગોખલાણા બાયપાસ રોડ પાસેથી ગત મોડી રાત્રે એક આઈસરમાં 8 પશુઓને કતલખાને લઈ જવામાં આવે છે.તે બાતમીના આધારે રાજકોટ જિલ્લા અખિલ ભારતીય ગૌરક્ષા સમિતિના યુવાનોએ જસદણ પોલીસને સાથે રાખી પસાર થઇ રહેલી આઇસરને ઉભી રાખી તપાસ કરી હતી.

જેમાં પશુઓ ભરેલા મળી આવ્યા હતા.તેમજ બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે પશુઓ ભરેલી આઈસર નં.GJ-01HT-5459 તેમાં ભરેલી 4 ગાયો અને 4 વાછરડીઓને કિંમત રૂ.1,80,000 , આઇસર કિં.રૂ.4,00,000, અને મોબાઈલ નંગ-2 કિ.રૂ.5500 મળી કુલ કિ.રૂ. 5,85,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details