જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે તપાસ રાજકોટઃહાલ રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરૂ છે. એવામાં ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું કોમ્પ્યુટરનું પેપર સોશિયલ મીડિયામાં અચાનક વાયરલ થયું હતું. જેને લઇને આ પેપર ફૂટ્યું હોવાની વાતે વેગ પકડ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ છે. જેને લઇને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ પેપર ફૂટવાની ઘટનાને લઈને તપાસ કરવામાં આવી હતી. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ટીમ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે પહોંચી હતી અને તપાસ કરી હતી. જોકે આ મામલે પોલીસ દ્વારા સત્તાવાર કંઈ કહેવામાં આવ્યુ ન હતુ, પરંતુ પોલીસે પેપર ફૂટવાની ઘટનાને લઈને તપાસ શરૂ કરી છે.
Rajkot Crime News : રાજકોટની ભાદર નદીમાંથી મળી આવ્યો અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ, પોલીસે તપાસ હાથ ધરી
પેપર ફૂટવાની ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ:પેપર ફૂટવાની ઘટનાને લઈને રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ કૈલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે રાજ્યમાં ગમે તે જિલ્લામાંથી આ પ્રકારે પેપર લીક થવાની ઘટના બનતી હોય છે. પોલીસ વિવિધ જિલ્લામાં કામગીરી કરતી હોય છે. તેમજ પોલીસને જ્યાં શંકાસ્પદ વધુ જણાય ત્યાં ડિટેલમાં તપાસ કરવામાં આવતી હોય છે. જેને લઈને રાજકોટ જિલ્લામાંથી પેપર ફૂટીયું છે કે કેમ તેની તપાસ હાલ પ્રાથમિક રીતે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે પોલીસ પોતાની તપાસના અંતે જે પણ સત્ય હશે તે બહાર લાવશે.
Surat Crime : મહિલા સામે શારીરિક શોષણની ફરિયાદ, સગીરવયમાં શારીરિક સંબંધો બાંધ્યાને રુપિયા પણ પડાવ્યાં
જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે તપાસ:જિલ્લા શિક્ષણ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ પેપર ફૂટવાની ઘટનાને લઈને ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. જ્યારે અમારા તરફથી કોઈપણ જાણ પોલીસને કરવામાં આવી નથી. રાજકોટ પોલીસને ગાંધીનગર કક્ષાએથી જાણ કરવામાં આવી હોઈ શકે છે. જોકે હાલ પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે કરવામાં આવી હતી, પરંતુ આગામી દિવસોમાં આ કેસની ડિટેલ તપાસ પણ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું કોમ્પ્યુટરનું પેપર સોશિયલ મીડિયામાં ચાલુ પરીક્ષાએ વાયરલ થયું હતું. જે મામલે પોલીસે ફરિયાદ પણ નોંધી હતી. જેને લઇને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.